PV Sindhu's victorious comeback, won the match in 30 minutes
  • Home
  • Featured
  • પીવી સિંધુનું વિજયી પુનરાગમન, 30 મિનિટમાં જીતી લીધો મુકાબલો

પીવી સિંધુનું વિજયી પુનરાગમન, 30 મિનિટમાં જીતી લીધો મુકાબલો

 | 4:00 am IST
  • Share

  • ડેનમાર્ક ઓપનમાં ભારતનો દબદબો
  • મેન્સ સિંગલ્સમાં શ્રાીકાંત અને સમીર વર્માએ વિજય મેળવ્યા
  • પીવી સિંધુનું વિજયી પુનરાગમન, 30 મિનિટમાં જીતી મેચ

ભારતીય શટલર તથા ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધૂએ વિજયી પુનરાગમન કરીને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. સિંધુએ તુર્કીની નેશલિહાન યિગિટને 30 મિનિટ સુધી રમાયેલી મેચમાં ૨11૨, ૨110થી હરાવી હતી. સિંધુના લોંગ શોટ્સનો તુર્કીની ખેલાડી પાસે કોઇ જવાબ નહોતો અને ભારતીય ખેલાડીએ પૂરી મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું હતું. આ પહેલાં ભૂતપૂર્વ ચેમ્પિયન કિદામ્બી શ્રાીકાંત અને ભારતના જ સમીર વર્માએ પણ મેન્સ સિંગલ્સમાં વિજયી શરૂઆત કરી હતી.

૨017માં ચેમ્પિયન બનેલા કિદામ્બી શ્રાીકાંતે ભારતના અન્ય ખેલાડીમાં બી સાઇ પ્રણિથને 30 મિનિટમાં ૨114, ૨111થી હરાવ્યો હતો. ૨8મો ક્રમાંક ધરાવતા સમીરે થાઇલેન્ડના ૨1મા ક્રમાંકિત કુન્વાલુટ વિદિતસર્નને ૨117, ૨114થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. વિશ્વમાં 14મો ક્રમાંક ધરાવતા શ્રાીકાંતનો બીજા રાઉન્ડમાં ટોચના ક્રમાંકિત કેન્ટો મોમોતા સામે મુકાબલો થઇ શકે છે. મેન્સ ડબલ્સમાં મનુ અત્રી અને સુમીત રેડ્ડીનો મલેશિયાના ગો જે ફેઇ તથા નૂર ઇઝુદ્દીનની જોડી સામે ૨118, ૨111થી પરાજય થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો