Pyar to hona hi tha fame Actor Vijay Anand come back after 20 years in bollywood
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 20 વર્ષ બાદ આ કલાકારે એક્ટિંગની દુનિયામાં કરી રિ-એન્ટ્રી, હવે ઓળખી પણ નહિ શકો

20 વર્ષ બાદ આ કલાકારે એક્ટિંગની દુનિયામાં કરી રિ-એન્ટ્રી, હવે ઓળખી પણ નહિ શકો

 | 12:09 pm IST

કેટલાક કલાકારો એવા હોય છે, જે થોડી ફિલ્મો કે સીરિયલોમાં કામ કર્યા બાદ એક્ટિંગને અલવિદા કરી દે છે. પરંતુ કેટલાક કલાકારો લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરતા હોય છે, ત્યારે આ કમબેક લિસ્ટમાં નવુ નામ સામેલ થયુઁ છે. વિજય આનંદ. બોલિવુડમાં 80ના દાયકાનો હીરો વિજય આનંદે 20 વર્ષ બાદ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. તેમણે કાજોલ અને અજય દેવગન સ્ટારર ફિલ્મ પ્યાર તો હોના હી થા ફિલ્મમાં કાજોલના મંગેતર રાહુલનું પાત્ર ભજવ્યું હતું.

વિજય આનંદ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીઝથી પૂરી રીતે ગાયબ થઈ ગયા હતા, પરંતુ હવે તેમને ફરીથી વાપસી કરી છે. પરંતુ હવે તેમને ઓળખવું બહુ જ મુશ્કેલ બની ગયું છે. વિજય આનંદ સની લિયોનીની બાયોપિકમાં ખાસ રોલ કરતા નજરે આવશે. જેમી તસવીર વિજયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

એકસમયે ચોકલેટી હીરો ગણાતા વિજય આનંદે ભલે લાંબા સમય બાદ એન્ટ્રી કરી હોય, પણ હાલ તે પોતાના લૂકને કારણે ચર્ચામાં રહે છે. તેમણે લાંબી દાઢી રાખી છે.

વિજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે લોકોને મારું કામ બહુ જ પસંદ આવ્યં હતું. તે સમયે મને 22 ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ મેં ઈન્ડસ્ટ્રીઝ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.

તેમણે કહ્યું કે, મેં સફળ થવા માટે બહુ જ સ્ટ્રગલ કરી હતી. અસફળતાનો પણ સામનો કર્યો હતો. પરંતુ જ્યારે મને સફળતા મળી ત્યારે મને અહેસાસ થયો કે, મને આ નથી જોઈતું. મારા માટે આ બાબતો કોઈ મહત્ત્વની નથી.

રિલીઝ થયું સની લિયોનીની બાયોપિકનું ટીઝર, જોવા મળ્યું એવું જે અત્યાર સુધી ન સાંભળ્યું

તમને જણાવી દઈએ કે, વિજય આનંદને માત્ર 26 વર્ષની ઉંમરમાં આર્થરાઈટિસ જેવી ગંભીર બીમારી થઈ હતી. તેથી તેમણે પોતાના હેલ્થ પર ફોકસ કરવાનું નક્કી કરીને, વર્ષો સુધી યોગામાં કામ કર્યું હતું. તેમણે મરાઠી ટીવી એક્ટ્રેસ સોનાલી ખરે સાથે લગ્ન કર્યા હતા. તેમને એક સનાયા આનંદ નામની દીકરી છે. બોલિવુડમાં ભલે તે સની લિયોનીની ફિલ્મથી વાપસી કરી રહ્યા હોય, પણ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે ગત વર્ષે જ એન્ટ્રી કરી લીધી છે. તેઓ સિયા કે રામ સીરિયલમાં દેખાયા હતા.