પિરામિડયુક્ત વાસ્તુની અદ્ભુત અસર! - Sandesh
1.6M
1M
1.7M
APPS

પિરામિડયુક્ત વાસ્તુની અદ્ભુત અસર!

 | 1:32 am IST
  • Share

પિરામિડ શાસ્ત્ર

પિરામિડયુક્ત વાસ્તુવિદ્યા એ આપણી પ્રાચીન વિદ્યા છે. આ ઉપરાંત એ ભારતીય સ્થાપત્ય કલાનું એક વિજ્ઞાન છે. મૂળભૂત રીતે મકાનો, કાર્ય સ્થળો, મંદિરો કે અન્ય ઈમારતોના બાંધકામનું એ સુરેખ માર્ગદર્શન છે. એ આપણને આજીવિકા અને કામ કરવાની સ્થિતિના સર્જનનું જ્ઞાન આપે છે. જે મકાનનું વાસ્તુ પ્રમાણે નિર્માણ થયું હોય એ આપણને માત્ર હવામાન સામે રક્ષણ જ પૂરું પાડતું નથી પણ આપણા કલ્યાણ અને આરામની અનુભૂતિ પણ કરાવે છે. વાસ્તુ બાંધકામને અનુરૂપ તમામ પાસાં જેવાં કે જમીનની પસંદગી, બાંધકામ સામગ્રી, પદ્ધતિ, ઓરડાઓ, બારી-બારણાંની ગોઠવણ અને એવા અનેક પાસાં સાથે જોડાયેલાં છે. એ બાંધકામની પ્રક્રિયા કે તેની ચારે બાજુના વિષયોનું જ્ઞાન છે. આ વિજ્ઞાન વર્તમાન સ્થાપત્ય વિજ્ઞાનથી એક ડગલું આગળ પણ છે. એ માત્ર બાંધકામ કે ભૌતિક ગુણધર્મોની એકબીજા પર થતી અસરો નથી પણ સૂક્ષ્મ શક્તિને તેના પ્રભાવ સાથે પણ સંબંધ ધરાવે છે. એ અસ્તિત્વની તમામ કક્ષાએ કોઈપણ જીવની એકબીજા પર થતી અસર વિશેનું જ્ઞાન છે. એ આપણને મનુષ્ય કે પદાર્થની આંતરબાહ્ય ક્રિયાઓ પણ સમજાવે છે.

અને તેથી જ માત્ર વાસ્તુ જ એક એવો વિષય છે જે આપણી તમામ ભૌતિક, શારીરિક, લાગણીશીલ, માનસિક, આધ્યાત્મિક વાતાવરણીય સંવાદિતા સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ ધરાવે છે. આ વિષય ખૂબ જ વિશાળ અને રસપ્રદ છે. માટે આપણા જીવન પર એની ઊંડી અસર છે. આપણા શરીરનો દરેક કોષ એ પોતાની રીતે એક સંપૂર્ણ એકમ છે. પણ માનવશરીરને સમજવા માટે આપણે અનેક અવયવો કે કોષો ધરાવતી તમામ પદ્ધતિને સમજી લેવી જોઈએ.

એ જ પ્રમાણે વાસ્તુ પણ એક સંપૂર્ણ હોલિસ્ટિક વિજ્ઞાન છે. એને લાગુ પાડવા માટે આપણા પદાર્થ સાથે આપણી આસપાસના સૂક્ષ્મ, આધ્યાત્મિક નિયમો પણ સમજવા જોઈએ. વાસ્તુવિદ્યાના પ્રાચીન ગ્રંથો કહે છે કે વાસ્તુના અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આપણી પાસે ચાર વેદો અને તેના ચાર ઉપવેદોનું જ્ઞાન તો હોવું જોઈએ. શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ માટે આપણી પાસે બહઆયામી અભિગમ પણ હોવો જોઈએ. આપણી પાસે જીવન મૃત્યુનું રહસ્ય, માનવશરીર, રચનાશાસ્ત્ર, મન, આત્મા, વિશ્વવિદ્યા, ખગોળશાસ્ત્ર, સમય, આકારો અને કલ્પનાની પણ માહિતી હોવી ખૂબ જરૂરી છે. આપણે પદાર્થ અથવા દેખીતી રીતે જ નિર્જીવ લાગણી તમામ વસ્તુઓ સાથે સંસર્ગ રાખવાનો અભિગમ પણ કેળવવો જોઈએ. આ સંસર્ગ માટે આપણે સંવાદિતા, સંગીત, રસશાસ્ત્ર, ઈન્ટીરિયર ડિઝાઈનિંગ, પ્રમાણબદ્ધના અને અસ્તિત્વની તમામ વસ્તુઓની અને ગૂઢ ભૂમિતિનાં દિવ્ય પરિણામો કે ગુપ્ત વસ્તુની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ.

લક્ષ્ય નક્કી કરો  

કોઈ પણ પ્રકારની શરૂઆત કરતાં પહેલાં આપણો હેતુ અને આપણી જરૂરિયાતો નક્કી કરવી જોઈએ. કોઈ પણ નિયત સ્થાને પહોંચવા માટેનો એ ઝડપી માર્ગ ‘સુપરટ્રેક’ છે. ત્વરિત કે ર્નિિવઘ્ન પ્રવાસની પ્રાપ્તિ માટે વાસ્તુવિદ્યા એક સાંકેતિક સૂત્ર સૂચવે છે. એ આપણને ગણેશજી વિશેનું ચિત્ર આપણા માનસ પર ઊભું કરવું ને પછી કેન્દ્રિત કરવાનાં સૂચનો આપે છે. એ અનેક નામથી પણ જાણીતા છે. જેમ કે, વિનાયક જ મુશ્કેલ માર્ગમાં આપણું સંચાલન કરે છે અને વિઘ્નહર્તા બની આપણાં વિઘ્નોને દૂર કરે છે. તેમની બે પત્નીઓ સાથે છે. રિદ્ધિ જે સમૃદ્ધિ આપે અને સિદ્ધિ જે સર્વત્ર સફળતા આપે છે.

વાસ્તુના સુપરટ્રેક સુધી જવા માટેનો સરળ માર્ગ ગણેશ દ્વારા મળે છે. વાસ્તુ અને તમામ ભારતીય કળા વિજ્ઞાન તેમને તમામ શુભકાર્યોના પ્રારંભકર્તા ગણાવે છે. કોઈ પણ શુભકાર્યના આરંભ પૂર્વે મનમાં જ તેમની પ્રતિમાનું ચિત્ર અંકિત કરો અને તેઓ વિઘ્નમુક્તિનું આહવાન કરે છે. જે ગુરુએ જ્ઞાન આપ્યું હોય તેમને ચોક્કસ યાદ કરજો. તેમને તમારા જ્ઞાન કે હેતુ વચ્ચે કડી કહેવાય છે. તમે જે દેવ કે દેવીને માનતા હોવ તેમનું સ્મરણ કરો અને જાણે તમારા પર દિવ્યની ઊર્જાની વૃષ્ટિ થતી હોય એવી કલ્પના કરો. ઉપરોક્ત વિદ્યાને એ વ્યક્તિગત વાસ્તુ માટે ગુરુચાવી સમાન છે. એકીશ્વાસે એક જ બેઠકે પંદર વાર લખવું કે બોલવું.

સુપર ટ્રેક’ના નિયમો  

આ ટ્રેક પર ખેડાણ કરતાં પહેલાં પૂર્વ જાણકારી હોવી જરૂરી છે. તમારે માત્ર તમારી જાતનું સંપૂર્ણ શક્તિમાન સમક્ષ સમર્પણ કરવું. મુક્ત બનવું અને દિવ્ય વાયુ સાથે વહેવું. આ એક એવી શક્તિ છે જે કોઈ પણ પ્રયત્ન વગર આપણને આપણા હેતુ તરફ દોરી જાય છે. આપણે જેટલો પ્રતિકાર કરીશું અને પહોંચતાં જેટલો સમય લાગશે એ બંને પ્રત્યક્ષ રીતે સંબંધ ધરાવે છે. આપણો જેટલો પ્રતિકાર વધુ તેટલો જ સમય વધુ લાગવાનો. આ દિવ્ય પ્રવાહ આપણને જ્યાં પણ લઈ જશે એ બાબતે આપણે રચનાત્મક બની રહેવું પડશે. એટલી ચોક્કસ ખાતરી રાખજો કે ક્યારે પણ ખોટા માર્ગે એ નહીં લઈ જાય.

સાચું શિક્ષણ  

શ્રેષ્ઠ જ્ઞાન માટે શ્રેષ્ઠ વિદ્યાલયો કે શ્રેષ્ઠ શિક્ષકોનો સંપર્ક હોવો જરૂરી છે. એ જ પ્રમાણે અહીં પણ આપણે શ્રેષ્ઠમાંથી જ કાંઈક પામવાનું છે. આ ક્ષેત્રમાં કોઈ શિક્ષકની પ્રત્યક્ષ હાજરીની જરૂર હોતી નથી પણ તમારે તમારી કલ્પના કે સમાજ દ્વારા શીખવાનું હોય છે. ભારતીય ગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે, કોઈપણ હોલિસ્ટિક માર્ગ જાણવા માટે આપણે માતા સરસ્વતી દેવી પાસે જવું જોઈએ. એ ચાર માનવ/એકમોનું સંપૂર્ણ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે એવું પણ કહેવામાં આવે છે કે તેમના આશીર્વાદથી જ આપણે અસ્તિત્વને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. માતા સરસ્વતીના ચિત્રની મનમાં કલ્પના કરો અને તમારા પર પ્રભુત્વ ધરાવતી કોઈપણ નકારાત્મક્તાને દૂર કરી આપણામાં રહેલા ખરાબ વિચાર કે કલ્પનાઓને દૂર કરવા આપણે સજાગ રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન