Queens SC Sentenced to 22 Years in Jail Indian Origin Woman
  • Home
  • Featured
  • સાવકી દિકરીની હત્યાને મામલે કોર્ટે ભારતીય મૂળની મહિલાને ફટકારી એવી સજા કે….

સાવકી દિકરીની હત્યાને મામલે કોર્ટે ભારતીય મૂળની મહિલાને ફટકારી એવી સજા કે….

 | 3:51 pm IST

બાથ ટબમાં માત્ર નવ વર્ષની માસૂમ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ન્યૂયોર્ક ખાતે ભારતીય મૂળની એક મહિલાએ બાથ ટબમાં માત્ર નવ વર્ષની માસૂમ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હોવાના ગુનામાં 22 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ અપરાધને ‘અકલ્પનીય’ ગણાવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે ક્વીંસ સુપ્રીમ કોર્ટના જજ કેનેથ હોલ્ડરની અધ્યક્ષતા વાળી એક જ્યૂરીએ એક કલાકના ઓછા સમયમાં જાણી જોઈને કરવામાં આવેલ હત્યાના ગુનામાં ગયા મહિને ન્યૂયોર્કમાં ક્વીંસની શમદઈ અર્જુન(55)ને દોષી જાહેર કરવામાં આવી હતી. સોમવારે તેને 22 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

2016માં દીકરીની કરી હતી હત્યા:

અર્જુને ઓગસ્ટ 2016માં તેની સાવકી દીકરી અશદીપ કોરનું ગળું દબાવીને હત્યા કરવાના મામલે દોષી જાહેર કરવામાં આવી હતી. કૌરને સંભાળવા અને તેના દેખરેખની જવાબદારી અર્જુનને સોંપવામાં આવી હતી. ક્વીંસ હિસ્ટ્રિક્ટના એટોર્ની જોન રયાને નિર્ણય આપતા કહ્યું કે,‘આ એક અકલ્પનીય ઘટના છે. જેમાં એક માતાએ તેની માત્ર 9 વર્ષની સાવકી દીકરીના કોમળ ગળાને તેના હાથ વડે દબાવીને તેની હત્યા કરી.’ વધુ ઉમેરતા રયાને કહ્યું કે,‘પીડિતા એક માસૂમ બાળકી હતી. કોર્ટે એક એવી આકરી સજા મહિલાને ફટકારી છે જે સુનિશ્ચિત કરશે કે તે ક્યારે જેલમાંથી બહાર આવી ન શકે’

સૂત્રો મુજબ 19 ઓગસ્ટ 2016ની સાંજે અર્જુનને તેના પૂર્વ પતિ રેમંડ નાયાયણ અને તેના 3 અને 5 વર્ષની ઉંમરના બે પોત્ર અને પોત્રીઓ સાથે ક્વીંસ સ્થિત તેના ઘર મૂકી હતી. જ્યારે અર્જુનને નવ વર્ષની બાળકી વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે બાળકી સ્વિમિંગ પુલમાં છે અને તેના પિતાની રાહ જોઈ રહી છે. પરંતુ જ્યારે ઘણો સમય વીતી જતા ત્યા હાજર વ્યક્તિને બાળકીના પિતાને બોલાવ્યા અને સ્વિમિંગ પુલનો દરવાજો તોડી જોયું તો ત્યાં મૃત બાળકીનો શવ મળ્યો. તેના શરીર પર ઈજા હતી. રિપોર્ટમાં ખબર પડી કે તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન