ઝડપથી રસોઈ બનાવવા કઢાઇનો ઉપયોગ કરવો કે પ્રેશર કૂકરનો ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઝડપથી રસોઈ બનાવવા કઢાઇનો ઉપયોગ કરવો કે પ્રેશર કૂકરનો ?

ઝડપથી રસોઈ બનાવવા કઢાઇનો ઉપયોગ કરવો કે પ્રેશર કૂકરનો ?

 | 12:13 am IST

કિચન ટિપ્સ :-  ઉષ્મા ભરૂચા

ઇન્સટન્ટ કુકીજ માટે પ્રેશર કુકર સૌથી ઉત્તમ સાધન છે. તેનાથી મિનીટોમાં જ જમવાનું તૈયાર થઇ જાય છે. પ્રેશર કુકર દરેકના ઘરમાં સહેલાઇથી મળી રહે છે. જ્યારે કડાઇમાં તમે જમવાનુ બનાવો છો તો તેમાં સમય લાગે છે માટે મહિલાઓ પ્રેશર કુકરમાં જમવાનુ બનાવાનું અનુકૂુળ સમજે છે.જોકે પ્રેશર કુકર કરતા કડાઇમાં બનાવેલુ જમવાનુ વધારે સ્વાદિષ્ટ હોય છે. પ્રેશર કૂકરમાં બનાવામાં આવતા ખોરાકના પોષ્ટીક તત્ત્વો નાશ પામે છે. જ્યારે કડાઇમાં ખોરાકના પોષક તત્વો મહદઅંશે બચી રહે છે. તો ચાલો તમને જણાવીએ કે કયુ સાધન જમવા બનાવવા માટે સલાહભર્યું છે.

કઇ રીતે કામ કરે છે પ્રેશર કુકર? 

પ્રેશર કુકરમાં શોરાકમાં પાણીનાખીને બનાવવામાં આવે છે. જેના કારણે તેની બાફ બહાર નીકળી શક્તી નથી અને કૂકરમાં અંદર ઉકડયા કરે છે જેના કારણે તેના દબાણમાં વધારો થાય છે અને ખોરાક જલ્દી બને છે.આજ કારણે મહિલાઓ પ્રેશર કૂકરમાં ખોરાક બનાવાનું અનુકૂળ રહે છે.

કૂકરમાં બનાવેલો ખોરાક કેટલો સારો? 

પ્રશેર કૂકરમાં ખાવાનુ બનાવતા ભલે ગેસનો વપરાશ ઓછો થાય છે, પરંતુ તે દરમિયાન કૂકરના અંદનની વધુ પડતી ગરમીને કારણે ખોરાકમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. આ કારણે જ પ્રેશર કૂકરમાં બનાવેલા ખોરાક કરતા કડાઇમાં બનાવેલો ખોરાક વધારે પોષક તત્વો હોય છે અને સ્વાદીષ્ટ પણ હોય છે.

કઢાઇમાં કઇ રીતે બને છે ખાવાનું? 

કઢાઇમાં બનાવેલું જમવાનું ભલે પ્રેશર કૂકર કરતા સ્વાદીષ્ટ હોય પણ કડાઇમાં બનાવેલા ખોરાક દેખાવમાં જલ્દી નીસ્તેજ બની જાય છે અને સૂકાઇ જાય છે. જોકે કઢાઇમાં ખોરાક બનાવવામાં વધારે સમય જાય છે પણ જમવાનું સ્વાદિષ્ટ બને છે. જો કઢાઇ પર ટાંકવામાં આવે તો તે તેમા રહેલા પાણીના તેમજ તેના બાફના દબાણમાં ખોરાક બનાવે છે.

સાવધાની પૂર્વક કરો વાસણની પસંદગી 

વાસણ બનવાવા માટે અલ્યુમીનિયમ, તાંબુ, લોખંડ, સીસા, કોપર, સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનનો ઉપયોગ થાય છે. ખોરાક બનાવતા વાસણા આ બધા તત્વો પણ ખોરાકમાં ભળે છે. જે સ્વાસ્થ માટે હાનિકારક છે. માટે ખોરાક બનાવવા માટે તાંબુ,લોખંડ, સ્ટીલ અને પીત્તળ જેવા વાસણોનો ઉપયોગ કરવો. જૂના જમાનામાં તાંબુ, લોખંડ અને પીત્તળના વાસણોમાં ખોરાક બનાવવામાં આવતો હતો, કારણ કે તેમાં શરીરને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હતા.

હેલ્ધી ખોરાક બનાવવાની ટીપ્સ 

  • ખોરાક બનાવતા પહેલા રસોડાને બરાબર સાફ કરવું. કારણ કે રસોડામાં ઘણા પ્રકારના જંતુ હોય છે. જે ખોરાક દ્વારા આપણા પેટમાં જાય છે અને બીમાર કરે છે.
  • ખોરાક બનાવવા માટે જૈતુન અથવા સરસવના તેલનો ઉપયોગ કરવો. તેમજ ૩ ચમચીથી વધારે તેલ નાખવું નહી. કારણ કે વધતી ઉંમરની સાથે તેલનો ઉપયોગ ઓછો કરવો.
  • જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ઘીનું સેવન ઓછું કરવું અને ખોરાકને વધુ આંચમાં બનાવો.
  • ખોરાકનો પૂરો સ્વાદ લેવા માંગતા હોય તો બનાવતી સમયે જ તેમાં મીઠું નાખવું કારણ કે પછી મીઠુ નાખવાથી બીજા બધા મસાલાનો સ્વાદ જતો રહે છે.

[email protected]