NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ઝડપથી ખાનારાઓને રહે છે પાંચ ગણું જોખમ, જાણો એક ક્લિક કરીને

ઝડપથી ખાનારાઓને રહે છે પાંચ ગણું જોખમ, જાણો એક ક્લિક કરીને

 | 7:30 pm IST

ખોરાકને ઝડપથી ખાવાથી કે ચાવ્યા વિના ખાવાથી વ્યક્તિને મેદસ્વિતા અને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ પાંચ ગણું વધે છે. આવા લોકો ઝડપથી ડાયાબિટીસ અને હાર્ટનાં રોગોનો પણ શિકાર બની શકે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ ખોરાકને પચવાનો કે તેનો આસ્વાદ માણવાનો પૂરો સમય આપતા નથી. ખોરાકને ચાવ્યા વિના ખાવાનું વ્યક્તિનાં આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થાય છે. જાપાનની હિરોશિમા યુનિવર્સિટી દ્વારા આ અંગે મધ્યમ વય જૂથના 1,૦૦૦ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે લોકો ઝડપથી અને ચાવ્યા વિના ખાતા હતા તેમને મેદસ્વિતા વધવાના. હાઈ બીપી થવાના કે ડાયાહબિટીસ અને હાર્ટનાં રોગો થવાનું જોખમ પાંચ ગણું હોવાનું જણાયું હતું.

ઝડપથી ખાનારા 11.6 ટકા લોકો મેટાબોલિક સિન્ડ્રોમનાં શિકાર

ડો. તાકાયુકી યામાજીએ જણાવ્યું હતું કે ધીમેથી અને ખોરાકને ચાવીને ખાનાર લોકોનાં જીવનમાં મહત્ત્વનાં ફેરફાર આવે છે અને તેઓ મેટાબોલિક સિન્ડ્રોમના શિકાર બનતા અટકે છે. પાંચ વર્ષનાં તેમના અભ્યાસમાં 11.6 ટકા લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ થયાનું જણાયું હતું. જે લોકો સામાન્ય ઝડપે ખાતા હતા તેવા 6.5 ટકા લોકો અને જેઓ ધીમેથી ખાતા હતા તેવા 2.3 ટકા લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ થયાનું જણાયું હતું.

ઓછી ઝડપે ખાનારાઓ ડ્રિન્ક વધુ લેતા હોવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે

ખોરાકને ઝડપથી ખાવાથી વ્યક્તિનાં વજનમાં વધારો થાય છે, લોહીમાં શુગરમાં વધારો થાય છે અને તેમની કમરમાં ચરબીમાં વધારો થાય છે. ઝડપથી ખાવાથી સમયાંતરે વ્યક્તિનો ખોરાક પણ વધે છે. આવા લોકોની કમર પર ચરબીના થર જામે છે અને સારા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે. આ માટે સંશોધકો દ્વારા 2008માં સરેરાશ 51 વર્ષની વય જૂથના 642 પુરુષો અને 441 મહિલાઓનો અભ્યાસ કરાયો હતો. તેમનાં ત્રણ ગ્રૂપ પાડવામાં આવ્યા હતા. જેમાં ઓછી સ્પીડે ખાનારા, સામાન્યા સ્પીડથી ખાનારા અને ઝડપથી ખાનારાઓનો સમાવેશ કરાયો હતો. જે લોકો ઓછી સ્પીડે ખાય છે તેઓ વધુ ડ્રિન્ક લેતા હોવાથી તેમનું પેટ જલ્દીથી ભરાઈ જતું હોય છે. જ્યારે ઝડપથી ખાનારાઓ જરૂર કરતા વધુ ખોરાક લેતા હોવાનું જણાયું હતું.