R Ashwin Play from Delhi Capitals in IPL 2020 Season
  • Home
  • Sports
  • Cricket
  • અશ્વિને પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબને કહ્યું ‘બાય બાય’, હવે આ ટીમ માટે રમશે

અશ્વિને પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબને કહ્યું ‘બાય બાય’, હવે આ ટીમ માટે રમશે

 | 6:39 pm IST

સ્પિનર આર. અશ્વિને IPL 2020માં નવી ટીમ તરફથી રમતો જોવા મળશે. અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબનું કેપ્ટન પદ અને ટીમ છોડીને આગામી સિઝનમાં નવી ટીમ સાથે જોડાશે. આર. અશ્વિન આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ માટે રમશે. જેનો કેપ્ટન શ્રેયસ ઐયર છે. જણાવી દઈએ કે, અશ્વિનને 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે 7.6 કરોડમાં ખરીદ્યો હતો. અશ્વિનને કેપ્ટન પદ પણ આપવામાં આવ્યું હતું. પણ 2018 અને 2019ની સિઝનમાં પંજાબ પ્લેઓફ પહેલાં જ બહાર થઈ ગઈ હતી.

દિલ્હીની વાત કરીએ તો વર્ષ 2012 બાદ પહેલીવાર આઈપીએલના પ્લેઓફમાં પહોંચી હતી. પણ ક્વોલિફાયર મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સે હરાવી દીધી હતી. દિલ્હી કેપિટલ્સ માટે આર અશ્વિન મહત્વપુર્ણ સાબિત થશે, કેમ કે ટીમની પાસે લેગ સ્પિનર અમિત મિશ્રા સિવાય અન્ય કોઈ અનુભવી સ્પિનર નથી.

દિલ્હી કેપિટલ્સે આર અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબ પાસેથી ટ્રેડ કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. બીસીસીઆઈએ કહ્યું કે, ઓફ સ્પિનર અશ્વિન આઈપીએલ-2020માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે.

આ વીડિયો પણ જુઓઃ

મહારાષ્ટ્રમાં સરકાર પર સંઘર્ષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન