યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કાર્યવાહી થશે : ફળદુ - Sandesh
  • Home
  • Gandhinagar
  • યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કાર્યવાહી થશે : ફળદુ

યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કાર્યવાહી થશે : ફળદુ

 | 2:30 pm IST

એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા જમીન વિકાસ નિગમ લિમિટેડની ગાંધીનગર સ્થિત ઓફિસમાં રેડ પાડીને માત્ર એકજ દિવસના ઉધરાણા પેઠે એકઠાં કરાયેલા 55 લાખ રૂપિયા જપ્ત કરાયાના મામલે તે પછી તપાસ રેલો હિંમતનગર અને રાજકોટ બાજુ પહોંચવા અંગે આર સી ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરાશે. યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

આરસી ફળદુએ આ મામલે વધુંમાં કહ્યું હતું કે ઉંડાણપૂર્વકની ઝીણવટભરી કાર્યવાહી કરાશે. સરકાર ખેડૂતોના હિતમાં ખેતતલાવડી બનાવે છે.

ACBની રેડમાં નિગમના અધિકારીઓ ઝડપાયા પછી આરસી ફળદુએ કહ્યું હતું કે હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનમાં કાર્યવાહી કરાશે. સરકારમાં અનેક પ્રામાણિક અધિકારીઓ પણ હોવાનું અને તમામ અધિકારી પર શંકા ન કરી શકાય તેમ પણ તેમણે કહ્યું હતું.