ગુજરાતમાં એસટી પરિવહન ક્ષેત્રે પીછેહઠ, કરોડોનો ભ્રષ્ટાચાર : આર જે સુરજેવાલા - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાતમાં એસટી પરિવહન ક્ષેત્રે પીછેહઠ, કરોડોનો ભ્રષ્ટાચાર : આર જે સુરજેવાલા

ગુજરાતમાં એસટી પરિવહન ક્ષેત્રે પીછેહઠ, કરોડોનો ભ્રષ્ટાચાર : આર જે સુરજેવાલા

 | 11:09 pm IST

ભાજપ શાસનમાં એસટી પરિવહન ક્ષેત્રે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકતા આર જે સુરજેવાલાએ કહ્યું હતું કે એસટી બસોમાં 100 ટકાનો કાપ મૂકવા છતાં તંત્ર ખોટમાં જાય છે. એસ ટી બસ સ્ટેન્ડનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતમાં માત્ર 50 ટકા ગામોમાં જ બસ દોડે છે. એસટીમાં ભ્રષ્ટાચારના કારણે રોજનું 1.11 કરોડનું નુકસાન જાય છે. GSRTCને 2016 – 17માં પ્રતિમિનિટ 7 હજારથી વધુનું નુકસાન થયું છે.

વર્ષ 1994માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 7,853 એસટી બસો ગુજરાતમાં દોડતી હતી, તે વખતે 70,442 ફેરા લાગતા હતા ત્યારે 389 કરોડનું નુકસાન હતું. જોકે 2017માં બસોની સંખ્યા ઘટીને 8943 અને ફેરા અડધો અડધ ઘટીને 44,700 પર પહોંચી ગયા, આમ સેવામાં કાપ મૂક્યો છતાં 1996-97થી 2016-17માં નુકસાન 2,971 કરોડે પહોંચી ગયું છે. એસટીમાં ભ્રષ્ટાચારના કારણે રોજનું 1.11 કરોડનું નુકસાન જાય છે. GSRTCને 2016 – 17માં પ્રતિમિનિટ 7 હજારથી વધુનું નુકસાન થયું છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ તેમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું છે.

પત્રકાર પરિષદને સંબોધતા સૂરજેવાલાએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે એસટીની સેવામાં 100 ટકા કાપ મુકાયો હોવા છતાં રોજનું 1.11 કરોડથી વધુનું નુકસાન એટલે કે પ્રતિ મિનિટ રૃ. 7050નું નુકસાન થઈ રહ્યું છે. 22 વર્ષમાં ગુજરાતની વસતિ વધી તેના પ્રમાણમાં એસટી બસોની સંખ્યા અને તેના ફેરા વધવા જોઈતા હતા, પણ પરિસ્થિતિ જુદી છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગુજરાતના 18,225 ગામડાંમાં એસટી પહોંચતી હતી, આજે માંડ 9 હજાર ગામોમાં સેવા પહોંચે છે. બસ સ્ટેન્ડનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 2016-17માં એસટીને 401 કરોડનું નુકસાન થયું છે. કોંગ્રેસની સરકાર વખતે એસટીમાં કર્મીઓની સંખ્યા 55 હજાર હતી, આજે ઘટીને 40 હજાર આસપાસ છે.

એસટીની મિલકત ખાનગી કંપનીને પધરાવી દેવાઈ
સરકારી બસ સ્ટેન્ડની કિંમતી જમીન પીપીપી અને બીઓટીના માધ્યમથી પધરાવી દેવાઈ છે. પ્રજાને તેનો લાભ મળ્યો નથી. અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ, વડોદરાનું મકરપુરા અને મહેસાણાનું મહેસાણા સ્ટેન્ડ એચયુબી કંપનીને આપી દેવાયું છે. અમદાવાદનું રાણીપ અને વડોદરાનું રેસકોર્સ સ્ટેન્ડ એએઆરવીઈબી કંપનીને પધરાવી દેવાયું છે.

ભાજપે પાટીદારો પર ગોળીઓ કેમ ચલાવી, દલિતોની ચામડી કેમ ઉધેડી?
વડાપ્રધાનની રાહુલ પરની ટિપ્પણીને લઈ સૂરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારકાધીશ મંદિરે જાય તો પણ વડાપ્રધાનની દ્રષ્ટિએ પથ્થર છે, વડાપ્રધાનની દ્રષ્ટિએ સોમનાથ-અંબાજી-બહુચરાજી મંદિર પણ પથ્થર બની ગયા છે.ભાજપ ભગવાન રામના નામે વોટ માગવાનો ધંધો ક્યારે બંધ કરશે? ભાજપે કેમ 20 હજાર પાટીદારો સામે કેસ કર્યા? કેમ પાટીદારો પણ ગોળીઓ ચલાવી? કેમ દલિતોની ચામડી ઉધેડી? ભાજપ સરકારે કેમ રામ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલને ના મોકલ્યા? સરકારને 42 મહિના થઈ ગયા કેમ કાર્યવાહી ના કરી? રવિશંકરપ્રસાદ સુબ્રતો રોયના અને અરૃણ જેટલી કેતન પારેખના વકીલ હતા, ભાજપમાં હિંમત હોય તો બંનેને કાઢે. રામ મંદિરના નામે 1400 કરોડ રૃપિયા ખાઈ ગયા, કેમ તપાસ ના સોંપી. હરિશ સાલ્વે પાસેથી અનામત અંગે અભિપ્રાય માગ્યો એ ષડયંત્ર છે.