આર. કે સ્ટુડિયો વેચવાનું દર્દ અને હળવાશ! - Sandesh

આર. કે સ્ટુડિયો વેચવાનું દર્દ અને હળવાશ!

 | 12:54 am IST

સિનેમેટિક :- એમ. એ. ખાન

છેલ્લે આર. કે. સ્ટુડિયોની ફ્લ્મિ આ અબ લૌટ ચલેં ફ્લ્મિનું શૂટિંગ થયું હતું. એ ફ્લ્મિ પીટાઈ જતાં આર. કે. બેનરમાં ફ્લ્મિો બનાવવાનું બંધ થઈ ગયું હતું. એ પછીથી આર.કે. સ્ટુડિયો લાંબા સમયથી મોટેભાગે ટીવી સીરિયલોના શૂટિંગ માટે જ વપરાતો હતો. કેટલીક ફ્લ્મિોના થોડાક ભાગનું શૂટિંગ અહીં થતું હતું. જેમ કે ૨૦૦૨માં આવેલી ફ્લ્મિ ‘રાઝ’ના ક્લાઈમેક્સના દ્રશ્યો અહીં ફ્લ્મિાવાયા હતા. શાહરૂખ ખાનની ‘હેપી ન્યૂ યર’ અને ‘જબ હેરી મેટ સેજલ’ના કેટલાક ભાગનું શૂટિંગ પણ અહીં થયું હતું.

એમાંથી એટલી આવક થતી નહોતી કે સ્ટુડિયોનો નિભાવખર્ચ નીકળી શકે. સ્ટુડિયો ભાડે લેનાર લોકોની સંખ્યા વર્ષો વર્ષ ઓછી થતી જતી હતી. એટલે કપૂર પરિવારના ભાઈઓ રાજીવ કપૂર, રિશી કપૂર અને રણધીર કપૂર સ્ટુડિયોમાં લેટેસ્ટ આધુનિક સાધનો લગાવીને અપગ્રેડ કરવા માગતા હતા. જેથી નવા ફ્લ્મિ સર્જકો અહીં શૂટિંગ કરવા આવતા થાય. પડતા ઉપર જાણે કે કુદરત પાટુ મારવા માગતી હોય એમ સપ્ટેમ્બર ૨૦૧૭માં સ્ટુડિયોમાં સુપર ડાન્સર સીરીયલનું શૂટિંગ ચાલતું હતું એ વખતે એક રાત્રે શૂટિંગ બંધ થયા પછી, સ્ટુડિયો બંધ થઈ ગયા પછી આગ લાગી ગઈ અને સ્ટુડિયોનો ઘણો મોટો ભાગ સળગી ગયો. આમેય સ્ટુડિયો પોતાનો નિભાવખર્ચ માંડ માંડ કાઢી આપતો હતો એમાં આગમાં બધું ભસ્મીભૂત થયા પછી નવેસરથી બધું તૈયાર કરવામાં સેંકડો કરોડ રૂપિયા નાંખવા પડે. એ પછી આવક વધે એની કોઈ ખાતરી નહોતી. એટલે કપૂર ભાઈઓએ હૈયા પર પથ્થર મૂકીને એમના પિતાની જાન જેવો આર. કે. સ્ટુડિયો વેચવાનો નિર્ણય કરી લીધો છે.

આર. કે. સ્ટુડિયો માત્ર કપૂર પરિવારનો જ નહીં હિન્દી સિનેજગતનો આધારસ્તંભ હતો. રાજ કપૂરે ૧૯૩૫માં માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઈન્કિલાબ નામની ફ્લ્મિમાં અભનય કર્યો હતો. રાજ કપૂરે ૧૯૪૭માં નીલકમલ ફ્લ્મિમાં હીરો તરીકે કામ કર્યું હતું. મધુબાલાની પણ એ પહેલી જ ફ્લ્મિ હતી. એ પછી રાજ કપૂરે પોતાની ફ્લ્મિ નિર્માણ કંપની ખરીદવાનો નિર્ણય કર્યો. અને ચેમ્બૂરમાં બે એકર જગ્યા ખરીદી લીધી. એ પછી દિલીપકુમાર અને નરગિસ સાથેની મહેબૂબ ખાનની ફ્લ્મિ અંદાઝમાં સમાંતર હીરો તરીકે કામ કર્યું. આ ફ્લ્મિ સુપરહિટ થઈ ગઈ અને અભિનેતા તરીકે રાજ કપૂરનું નામ થઈ ગયું. રાજ-દિલીપની એ પહેલી અને આખરી ફ્લ્મિ હતી.

રાજ કપૂરે એ પછી ૧૯૪૮માં પોતાની ફ્લ્મિ આગનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું. નરગિસ સાથેની આ ફ્લ્મિ ખાસ ચાલી નહીં. ૧૯૪૯માં રાજ કપૂરે ફ્લ્મિ બરસાત બનાવી. આ ફ્લ્મિનું રાજ-નરગિસનું સ્વપ્ન દ્રશ્ય અહીં થયેલું સૌથી પહેલું શૂટિંગ હતું. આ ફ્લ્મિ અંદાઝ કરતાંય વધારે હિટ થઈ અને રાજ-નરગિસની જોડી જામી ગઈ અને રાજ કપૂર નિર્માતા-દિગ્દર્શક-હીરો તરીકે સ્થાપિત થઈ ગયો. એ પછી તો આર.કે.ના બેનરમાં આવારા, શ્રી ૪૨૦, સંગમ, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ અને ના જેવી હિટ ફ્લ્મિો બની. મેરા નામ જોકર ફ્લો૫ થઈ ત્યારે આર. કે. સ્ટુડિયો ગિરવે મૂકાયેલો હતો. બોબી સુપરહિટ ગઈ ત્યારે રાજ કપૂર દેવું ચૂકતે કરી સ્ટુડિયો છોડાવી શક્યા હતા. ૧૯૮૮માં હીનાના શૂટિંગ દરમિયાન રાજ કપૂરનું અવસાન થઈ ગયું. એ ફ્લ્મિ રિશી, રણધીર અને રાજીવ કપૂરે પૂરી કરી અને ૧૯૯૧માં રિલીઝ કરી. ફ્લ્મિ સફ્ળ રહી. એ પછી રણધીરે સ્ટુડિયોનું સુકાન સંભાળ્યું અને પ્રેમગ્રંથ અને આ અબ લૌટ ચલેં એમ બે ફ્લ્મિો બનાવી. બંને ફ્લ્મિો નિષ્ફ્ળ ગઈ અને રણધીર કપૂરે ફ્લ્મિ બનાવવાનું માંડી વાળ્યું. ત્યારથી સ્ટુડિયોમાં માંડ થોડીક સીરિયલો અને ફ્લ્મિના કેટલાક દ્રશ્યો જ શૂટ થતા રહ્યા છે.

હવે આ બધી વાતો ઈતિહાસ બની ગઈ છે. માત્ર યાદ બની ગઈ છે. સ્ટુડિયોના વેચાણ માટે એક ટીમ બનાવવામાં આવી છે. એ વેચાણની કામગીરી કરશે. ચેમ્બૂર જેવા વૈભવી વિસ્તારમાં હોવાથી અને બે એકર વિસ્તારમાં હોવાથી એના ૫૪૦ કરોડ રૂપિયા ઉપજવાનો અંદાજ માંડવામાં આવ્યો છે.

કેવો હતો આર. કે. સ્ટુડિયો?  

સ્ટુડિયો બે માળનો હતો. પહેલા માળ ઉપર ૧૨૦ ફૂટ બાય ૮૦ ફૂટનું સ્ટેજ હતું. જે એશિયાનું મોટામાં મોટું સ્ટેજ છે. ઉપરના માળે આલીશાન મહેલ જેવી હવેલીનો કાયમી સેટ હતો. અહીં આર. કે.ની તથા અન્ય ફ્લ્મિસર્જકોની ડઝનબંધ ફ્લ્મિોના અતિપૈસાદાર વ્યક્તિના આલીશાન ઘરનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સીરિયલોના આલીશાન ઘર પણ આ જ સેટ ઉપર બનતા હતા.

આ સ્ટુડિયોમાં દર હોળી અને ધૂળેટીએ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉમટી પડતી હતી. એમાં પ્રેસને દાખલ થવાની મનાઈ રાખવામાં આવતી. જેથી બધા મન મૂકીને હોળી-ધૂળેટી રમી શકે. રિશી-નીતુના લગ્નની એક મહિના સુધી ઉજવણી અહીં જ થઈ હતી. નીચેના મોટા સ્ટેજ પાસે એક વિશાળ ઓરડામાં રાજ કપૂરની તમામ ફ્લ્મિોના કોસ્ચ્યુમ અને પ્રોપર્ટી સંઘરી રાખવામાં આવ્યા હતા. આગમાં બીજી બધી વસ્તુઓની સાથે આ જીવંત ઈતિહાસ પણ બળીને ભસ્મ થઈ ગયો છે. અને હવે ખુદ આર. કે. સ્ટુડિયો ઈતિહાસનું એક સોનેરી પાનું બની જવાનો છે.

[email protected]