R Madhavan give Angry Reaction on Congress Twite about PM Modi
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોંગ્રેસે ઉડાવી PM મોદીની મજાક તો ભડક્યો બોલિવૂડનો આ સુપર સ્ટાર

કોંગ્રેસે ઉડાવી PM મોદીની મજાક તો ભડક્યો બોલિવૂડનો આ સુપર સ્ટાર

 | 3:33 pm IST

એક્ટર આર. માધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ રોકેટ્રીની શૂટિંગ અને પ્રોડક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ISROના વૈજ્ઞાનિક નામ્બી નારાયણના જીવન પર આધારિત છે. આ ફિલ્મના માધ્યમથી માધવન નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યૂ કરી રહ્યો છે. માધવન એવા કલાકારોમાંથી છે જે દેશની રાજનીતિ વિશે પોતાના વિચાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરવાથી ક્યારે ચૂકતા નથી. આ વખતે પણ માધવને કંઇક આવું જ કર્યું છે.

તમને બતાવી દઈએ કે ગુરૂવારે તેમને કોંગ્રેસ પાર્ટીના એક ટ્વિટ પર સવાલ ઉભો કર્યો અને દેશના વડાપ્રધાનની મજાક ઉડાવવાની ટીકા કરી. કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર એકાઉન્ટથી વીડિયો સાથે એક પોસ્ટ કરી છે જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગને ડોમિનેટિંગ અને ઉચ્ચ દેખાડવામાં આવ્યા છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાના બતાવવાની કોશિશ કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે,‘ચીનના રાષ્ટ્રપતિ સાથે મોદીજીના સંબંધોનું સાચું પ્રદર્શન.’ આ પોસ્ટને રિટ્વિટ કરી માધવને લખ્યું કે,‘આ વીડિયો ખૂબજ ખરાબ છે. રાજનીતિ દ્વંદ્વ કઈ પણ હોય પરંતુ મોદીજી આ દેશના વડાપ્રધાન છે અને તમે ચીન સામે આપણા જ દેશને અપમાનિત કરી રહ્યા છો. આ વીડિયોમાં મજાક કરવાની ખુબજ ખરાબ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’

ઉપરાંત તેમને કહ્યું કે,‘કોંગ્રેસથી આ પ્રકારની આશા નહોતી.’ માધવનનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું. 13 હજારથી વધુ લોકોએ પોસ્ટને રિટ્વિટ કરી છે અને લગભગ 28 હજાર લોકોએ તેને લાઈક કરી છે. ઉપરાંત કેટલાક લોકોએ માધવનને પણ શિખામણ આપવાની કોશિશ કરી કહ્યું કે બન્ને પાર્ટી એક બીજાને બદનામ કરે છે અને છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન