આગામી વર્ષની ફીની ઉઘરાણી કરતા આર.પી.સવાણી સ્કૂલના વાલીઓ વિફર્યાં, Video - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આગામી વર્ષની ફીની ઉઘરાણી કરતા આર.પી.સવાણી સ્કૂલના વાલીઓ વિફર્યાં, Video

આગામી વર્ષની ફીની ઉઘરાણી કરતા આર.પી.સવાણી સ્કૂલના વાલીઓ વિફર્યાં, Video

 | 12:39 pm IST

ફી મામલે હાઈકોર્ટના ચુકાદા બાદ હવે વાલીઓની અવેરનેસ સામે આવી રહી છે, અને વાલીઓ પણ સ્કૂલ સંચાલકોના વલણ સામે બાંયો ચઢાવી રહ્યા છે. રાજ્યભરની વિવિધ શાળાઓના વાલીઓ વધારાની ફી મામલે વિરોધમાં ઉતરી રહ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલની આર.પી.સવાણી સ્કૂલમાં પણ ફી મામલે હોબાળો સામે આવ્યો છે. આર.પી. વસાણી સ્કૂલમાં વાલીઓને ફી ભરવા દબાણ કરાતા વાલીઓ સ્કૂલ સંચાલકોને મળવા પહોંચ્યા હતા. સ્કૂલ દ્વારા વાલીઓને 2017-18ની બાકી ફી 3 દિવસમાં ભરવાની નોટિસ આપવામાં આવી તેથી વાલીઓ વિફર્યા હતા. તો બીજી તરફ, આ મામલે રજૂઆત કરવા ગયેલા વાલીઓને સ્કૂલ સંચાલકોએ મળવાનો ઇન્કાર કર્યો હતો.