ખતરનાર રાઝ રીબૂટ થઈ ઓનલાઇન લીક? - Sandesh

ખતરનાર રાઝ રીબૂટ થઈ ઓનલાઇન લીક?

 | 5:45 pm IST

પાઈરસી અંગે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ચિંતામાં છે છતાં આ અંગે ખાસ કોઈ પગલાં લેવામાં આવતા નથી. તાજેતરમાં પાઈરસીનો નવો કિસ્સો સામે આવતાં સ્થિત થોડી વણસી હતી. ઈમરાન હાશમીની આગામી ફિલ્મ રાઝ રીબૂટ ઓનલાઈન લીક થઈ હોવાની ચર્ચા છે. આ સમાચાર ફેલાતા જ મુકેશ ભટ્ટ, ભુષણ કુમાર અને કૃષ્ણ કુમાર ચિંતામાં પડી ગયા હતા. ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ ઓનલાઈન લીક થતાં નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.

મંગળવારે સાંજે આ સમાચાર ફેલાયા હતા કે વિક્રમ ભટ્ટે બનાવેલી રાઝ રીબૂટ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ સમાચાર થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા. તે ઉપરાંત ટ્વિટર પર તો આ સમાચાર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ફિલ્મ ઓનલાઈન મળતી હોવાની વાતને પણ જણાવી હતી. આ ફિલ્મ ૧૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ પહેલાં જ બધે ઓનલાઈન ફેલાઈ જતાં ચાહકો અને નિર્માતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ફિલ્મમાં ઇમરાન હાશ્મીની સાથે ગૌરવ અરોડા અને કૃતિ ખરબંદા નજર આવશે. કૃતિ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં ઇમરાન વેમ્પાયરના રોલમાં નજર આવશે. તાજેતરમાં આ ફિલ્મનો ઇમરાન અને કૃતિનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, જે ઘણો ખતરનાક હતો. ભટ્ટ કેમ્પની હોરર ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તેમાં ‘રાઝ’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો ઘણી હીટ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન