Movie Review: કેવી છે 'રાઝ રિબૂટ'? જાણી લો એક ક્લિક પર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Movie Review: કેવી છે ‘રાઝ રિબૂટ’? જાણી લો એક ક્લિક પર

Movie Review: કેવી છે ‘રાઝ રિબૂટ’? જાણી લો એક ક્લિક પર

 | 3:55 pm IST

ફિલ્મનું નામ : રાઝ રિબૂટ
ડિરેક્ટર : વિક્રમ ભટ્ટ
કલાકારો : ઇમરાન હાશ્મી, કૃતિ ખરબંદા, ગૌરવ અરોડા
સમયગાળો : 2 કલાક 07 મિનિટ
સર્ટિફિકેટ : A
રેટિંગ : 2 સ્ટાર

વિક્રમ ભટ્ટનું નામ આવતા જ હોરર ફિલ્મોની યાદ આવી જાય છે. હવે વિક્રમ ભટ્ટ ‘રાઝ’ની ચોથી સિક્વલ લઈને આવ્યા છે. જોકે છેલ્લા ત્રણ વર્ષોમાં વિશેષ ફિલ્મ્સની કોઈ મૂવી બોક્સઓફિસ પર ચમત્કાર નથી કરી શકી. આ સંજોગોમાં કેવી છે ‘રાઝ રિબૂટ’ જાણી લો…

વાર્તા
આ ફિલ્મની વાર્તા પરિણીત દંપતિ શાયના ખન્ના (કૃતિ ખરબંદા) તેમજ રેહાન અરોરા (ગૌરવ અરોરા)ની છે. તેમની વચ્ચે રોમાનિયામાં જ પ્રેમ થયો અને અહીં જ તેમણે લગ્ન કર્યા. લગ્ન પછી તેઓ મુંબઈ પરત થઈ ગયા. જોકે થોડા વર્ષો પછી શાયનાની જિદ પર રેહાન રોમાનિયા આવીને નોકરી કરે છે. આ દરમિયાન કેટલાક રહસ્ય ખૂલે છે જેને રેહાન અને શાયના એકબીજાથી છૂપાવતા રહે છે. રોમાનિયા આવીને જે ઘરમાં શાયના અને રેહાન રહે છે ત્યાં શાયનાને વારંવાર વિચિત્ર અવાજ સંભળાતા રહે છે. આ વાત જ્યારે શાયના પતિ રેહાનને જણાવે છે ત્યારે રેહાન એેને ખાસ મહત્વ નથી આપતો. વાર્તામાં આદિત્ય શ્રીવાસ્તવ (ઇમરાન હાશ્મી)ની એન્ટ્રી થતા જ મોટો ટ્વિસ્ટ આવી જાય છે. અનેક રહસ્યો ખૂલવા લાગે છે અને અંતે ફિલ્મનો અંત આવે છે.

સ્ક્રિપ્ટ
ફિલ્મની સ્ક્રિપ્ટ વિક્રમ ભટ્ટે જ લખી છે અને તેમનો સ્પર્શ આખી ફિલ્મમાં વર્તાય છે. ગિરીશ ધમીજાના લખેલા સંવાદો પણ સારા લાગે છે. ફિલ્મના લોકેશન કમાલના છે પણ ફર્સ્ટ હાફ થોડો ધીમો છે. ફિલ્મનો સેકંડહાફ કેટલાક સીન બહુ લાંબા છે જે હોરર ફિલ્મને થોડી બોરિંગ બનાવે છે. મનોજ સોનીની સિનેમેટોગ્રાફી લાજવાબ છે. છેલ્લી 2-3 ફિલ્મોની જેમ વિક્રમ ભટ્ટ ફરીથી વાર્તાના ડિપાર્ટમેન્ટમાં નબળા સાબિત થયા છે. આ એક  હોરર ફિલ્મ છે પણ એ ડરામણી કરતા ઇમોશનલ વધારે લાગે છે.

એક્ટિંગ
ફિલ્મમાં કૃતિ ખરબંદાની એક્ટિંગ બહુ સારી છે ત્યાં ઇમરાન હાશ્મી પણ પોતાનું પાત્ર મજબૂતીથી નિભાવતા નજરે ચડે છે. ગૌરવ અરોરાની આ બીજી ફિલ્મ છે પણ પહેલી ફિલ્મ કરતા તેનો અભિનય આ ફિલ્મમાં વધારે સારો થયો છે. બાકીના સહકલાકારોનું કામ પણ સહજ છે.

નબળી કડી
ફિલ્મની નબળી કડી એની વાર્તા છે. પહેલો હાફ ખેંચાયેલો છે અને ઇન્ટરવેલ પછીનો  હિસ્સો બહુ નબળો છે. ફિલ્મનું સંગીત રિલીઝ પહેલાં જ હિટ છે. ફિલ્મના ગીતો ગાંગુલીએ બહુ સારા બનાવ્યા છે અને અરિજીત સિંહના અવાજમાં એને સાંભળવાની મજા અલગ જ છે. જો તમને વિક્રમ ભટ્ટની ફિલ્મો પસંદ હોય તો જ થિયેટર સુધી જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન