'રેસ-3'નું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ, સલમાનનો અંદાજ જોતા રહી જશો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘રેસ-3’નું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ, સલમાનનો અંદાજ જોતા રહી જશો

‘રેસ-3’નું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ, સલમાનનો અંદાજ જોતા રહી જશો

 | 6:47 pm IST

સુપરસ્ટાર સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘રેસ-3’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલર રિલીઝ થયા પહેલા સલમાન ખાને પોતાના ફેન્સમાં ઉત્સુક્તા જગાવવા માટે કોઇ જ કસર બાકી રાખી નહોતી. સલમાને પહેલા ‘રેસ’નું અને પછી ‘રેસ-2’નું ટ્રેલર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું હતું. ફેન્સનો ઇન્તજાર હવે પૂરો થયો છે અને ‘રેસ-3’નું ટ્રેલર સામે આવ્યું છે.

ફિલ્મમાં સલમાનની ખાનની અપોઝિટ જેક્લીન ફર્નાન્ડિઝ છે, આ ‘રેસ’ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. સલમાન ખાન અને જેક્લીન સિવાય ફિલ્મમાં બૉબી દેઓલ, અનિલ કપૂર, ડેઝી શાહ અને સાકિબ સલીમ જેવા સ્ટાર્સ પણ છે. ટ્રેલર એક્શન સીન્સથી ભરપુર છે. જો તમે કોઇ એક્શન ફિલ્મની રાહ જોઇ રહ્યા હોવ તો આ ટ્રેલર તમને ઘણું જ પસંદ આવશે. ટ્રેલરમાં જોરદાર ડાયલોગ્સ પણ છે.

આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ સલમાન ખાન છે. ટ્રેલર માટે ખુદ સલમાને એક્શન પેક સીન્સ પસંદ કર્યા છે. ટ્રેલર રિલીઝ કરતા પહેલા સલમાન ખાને પોતાના પ્રશંસકોમાં ભારે ઉત્સુક્તા જગાવી હતી.