રિલીઝ પહેલા જ ‘Race 3’એ તોડ્યો બોલિવુડનો રેકોર્ડ !!! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિલીઝ પહેલા જ ‘Race 3’એ તોડ્યો બોલિવુડનો રેકોર્ડ !!!

રિલીઝ પહેલા જ ‘Race 3’એ તોડ્યો બોલિવુડનો રેકોર્ડ !!!

 | 12:16 pm IST

બોલિવૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ જલ્દી જ રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ લાંબા સમય સુધી ચર્ચમાં રહી. જોકે હવે મીડિયામાં આવી રહેલી જાણકારી મુજબ ‘રેસ 3’એ રિલીઝ પહેલા જ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. સલમાનની ફિલ્મ બોલિવૂડની પહેલી એવી ફિલ્મ બની ગઈ જેના સેટેલાઈટ રાઈટ્સ સૌથી વધારે કિંમતમાં વેચાયા છે.

જણાવી દઈએ કે આ સાથે જ ફિલ્મે પ્રોડક્શનનો ખર્ચો કાઢી લીધો છે. કારણ કે રેસ ‘રેસ 3’ના નિર્માણમાં લગભગ 130 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આવી જ રીતે ‘રેસ 3’એ રિલીઝ પહેલા જ નિર્માણનો ખર્ચ કાઢી લીધો છે.

હકિકતમાં મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘રેસ 3’ના સેટેલાઈટ રાઈટ્સ લગભગ 130 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે, જે બોલિવૂડ ફિલ્મોમાં સૌથી વધારે મોંઘા છે. આ રાઈટ્સ માટે એક મોટા નેટવર્કે સલમાન સાથે હાથ મિલાવ્યો છે.

રેસ 3ની રિલીઝને લઈને સલમાનના ફેંન્સ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના 15 જૂને ઈદના દિવસે રિલીઝ કરવામાં આવશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સલમાન ઉપરાંત અનિલ કપૂર, જેકલિન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ અને બોબી દેઓલ મુખ્ય પાત્રમાં છે. રેસ ફ્રેન્ચાઈજીની આ ફિલ્મનું ડિરેક્શન રેમો ડિસૂ3જાએ કર્યું છે.