'રેસ-3'નું પહેલી સોન્ગ રિલીઝ, પોલ ડાન્સ કરતી દેખાઈ જેક્લીન - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ‘રેસ-3’નું પહેલી સોન્ગ રિલીઝ, પોલ ડાન્સ કરતી દેખાઈ જેક્લીન

‘રેસ-3’નું પહેલી સોન્ગ રિલીઝ, પોલ ડાન્સ કરતી દેખાઈ જેક્લીન

 | 6:07 pm IST

રેસ-3નું પહેલુ ગીત હીરિયે રિલીઝ થઈ ગયું છે. ગીતમાં સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. તેમાં જેક્લીન પોલ ડાન્સ કરતી દેખાઈ રહી છે. ગીત રિલીઝ થતા જ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

સલમાન અને જેક્લીનની જોડી ફરી એકવાર ધમાલ મચાવતા દેખાઈ રહી છે. આ ગીત સોશિયલ મીડિયા પર તહેલકો મચાવશે. ગુરુવારે આ ગીતના ટીઝરને રિલીઝ કરી દેવાયું હતું. આ ગીતમાં સલમાન અને જેક્લીન વચ્ચે કમાલનું ટ્યુનિંગ જોવા મળી રહ્યું છે.

આ પંજાબી ગીત બનાવાયું છે, જેને મીત બ્રધર્સ, ડીપ મની અને નેહા ભસીને ગાયું છે. મ્યૂઝિક પણ મીત બ્રધર્સે આપ્યું છે. ફિલ્માં સલમાન ઉપરાંત અનિલ કપર, બોબી દેઓલ, ડેઈઝી શાહ અને સાકીબ સલીમ છે. તેને રેમો ડિસૂઝાએ ડાયરેક્ટ કરી છે. સલમાને આ ગીતની ટ્વિટ કરી છે.

આ ફિલ્મનું ટ્રેલર 15 મેના રોજ રિલીઝ થયું હતું, જેના બાદ આજે તેનું સોન્ગ રિલીઝ થયું છે. હવે ફિલ્મ 15 જૂનના રોજ રિલીઝ થશે.