'રેસ-3'નું ટ્રેલર લોન્ચ કરીને સલમાને ટીમને આપી ગ્રાન્ડ પાર્ટી, જુઓ Pics - Sandesh
  • Home
  • Featured
  • ‘રેસ-3’નું ટ્રેલર લોન્ચ કરીને સલમાને ટીમને આપી ગ્રાન્ડ પાર્ટી, જુઓ Pics

‘રેસ-3’નું ટ્રેલર લોન્ચ કરીને સલમાને ટીમને આપી ગ્રાન્ડ પાર્ટી, જુઓ Pics

 | 12:22 pm IST

 

મંગળવારે સલમાન ખાનની મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-3નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર એક જ દિવસમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી 57 લાખથી વધુ લોકોએ તેને જોઈ લીધું છે. આ વચ્ચે ટ્રેલર લોન્ચ બાદ રેસ-3ની ટીમ પાર્ટી મૂડમાં નજરે આવી હતી. તેથી મંગળવારે મોડી સાંજે આખી સ્ટારકાસ્ટ ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીના ઘર પર પાર્ટી માટે એકઠી થઈ હતી. પાર્ટી બાદ તમામ સ્ટારકાસ્ટ જોશ અને ઉત્સાહના મૂડમાં નજરે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રેસ-3નું ટ્રેલર સમય કરતા મોડું આવ્યું હતું, અને સલમાને તેની સ્પષ્ટતા પણ કરી હતી. હવે ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, અને એક મહિના બાદ એટલે કે, 15 જૂનના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રેસ-3ની 3ડીમાં પણ રિલીઝ કરવામાં આવશે, જે દેશની પહેલી 360 ડિગ્રી વિઝ્યુઅલ એક્સપિરીયન્સવાળી ફિલ્મ બતાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન