રેસર અશ્વિન અને તેની પત્નીનું કારમાં સળગી જતાં કરુણ મોત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રેસર અશ્વિન અને તેની પત્નીનું કારમાં સળગી જતાં કરુણ મોત

રેસર અશ્વિન અને તેની પત્નીનું કારમાં સળગી જતાં કરુણ મોત

 | 2:48 am IST

ચેન્નઇ, તા.૧૮

રાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયન અશ્વિન સુંદર અને તેની પત્નીનું શનિવારે વહેલી પરોઢે ચેન્નઈમાં કારમાં સળગી જતાં કરુણ મોત નિપજ્યું હતું. ૩૨ વર્ષીય અશ્વિન અને તેની પત્ની વહેલી સવારે મેરેજ એનિવર્સરીની ઉજવણી કર્યા બાદ પોતાનાં ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે અશ્વિનની મ્સ્ઉ કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી જેને કારણે કારમાં આગ લાગી હતી. કાર ઝાડ અને દિવાલ વચ્ચે ફસાઈ ગઈ હતી જેને કારણે બંને બહાર નીકળી ન શકતાં  બંને કારમાં જ સળગી ઔગયાં હતાં.

પોલીસ તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે કારની સ્પીડ તેની મર્યાદા કરતા ઘણી વધારે હતી. તેની કાર દીવાલ અને ઝાડ વચ્ચે એવી રીતે ફસાઇ ગઇ હતી કે બંને પતિ-પત્ની તેમાંથી બહાર ન નીકળી શક્યા અને થોડી જ વારમાં જ કારમાં આગ લાગી ગઇ હતી. આગની જ્વાળામાં બંને ભડથંુ થઈ ગયાં હતાં જેને કારણે કારમાં કોણ બળી ગયું તેની જાણ થઈ નહોતી ત્યારે કારની નંબર પ્લેટ પરથી અશ્વિન અને તેની પત્ની હોવાની જાણ ઔથઈ હતી.

અકસ્માત બાદ કારની હાલત એટલી બધી ખરાબ થઇ ગઇ હતી કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારને કાપીને બંનેના મૃતદેહો કાઢવા પડયાં હતાં. અકસ્માતનાં સમાચાર મળ્યા બાદનાં થોડા સમયમાં જ અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઇ ગયું હતું. ઘટના સ્થળે હાજર રહેલી એક વ્યક્તિએ સળગતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ વીડિયો વાઇરલ થઇ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે કાર જ્વાળાઓની લપેટમાં આવી ગઇ હતી જેના કારણે તેમનો બચાવ કરવો અશક્ય હતો.

તેના નિધનનાં સમાચાર બાદ ભારતીય રેસર કરુણ ચંડોકે ટ્વિટર પર શોક પ્રર્દિશત કરતા જણાવ્યું હતું કે આ સમાચાર સાંભળ્યા બાદ હું ખૂબ દુઃખી થયો છું કે યુવા ભારતીય રેસર અને તેની પત્નીનું નિધન થયું છે.