દેશના નંબર 1 કાર રેસરને કારમાં જ મળ્યું ભયાનક મોત

1068

કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે. અશ્વિનની બીએમડબલ્યુ કાર એક સાથે સાથે ટકરાઈ ગઈ હતી, જેથી કારમાં આગ લાગી ગઈ હતી. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, કારનો ભૂક્કા બોલી ગયો હતો અને ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેસેલા અશ્વિન અને તેની પત્ની નિવેદિતાનું ઘટના સ્થળે જ કારની અંદર જ મોત થઈ ગયું હતું.