કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મોત, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મોત, જુઓ વીડિયો

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મોત, જુઓ વીડિયો

 | 11:26 am IST

કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે. અશ્વિનની બીએમડબલ્યુ કાર એક સાથે સાથે ટકરાઈ ગઈ હતી, જેથી કારમાં આગ લાગી ગઈ હતી. મળેલી જાણકારી અનુસાર કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, કારના ભૂક્કા બોલી ગયા હતા અને ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેસેલા અશ્વિન અને તેની પત્ની નિવેદિતાનું ઘટના સ્થળે જ કારની અંદર જ મોત થઈ ગયું હતું.

મળેલી માહિતી અનુસાર અકસ્માત સર્જાયો તે વખતે અશ્વિન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. કાર જેવી ઝાડ સાથે અથડાઈ તેવી જ તેમાં આગ લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને ચેન્નાઈમાં કારની અંદર જ મૃત મળ્યા હતા. ઘટના દરમિયાન તેઓ કારના દરવાજા ખોલી શક્યા નહતા અને બંનેના મોત થઈ ગયા હતા.

અશ્વિન અને તેમની પત્ની અન્નામલાઈ પુરમના એમઆરસી નગરમાં પોતાના મિત્રના ઘરે તેને મળવા ગયા હતા અને પાછી ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો.