હવે ન્યૂઝિલેન્ડમાં પણ ભારતીય સાથે ધિક્કાર ઓક્તો વ્યવહાર, કહ્યું 'ગો બેક' - Sandesh
  • Home
  • NRI
  • હવે ન્યૂઝિલેન્ડમાં પણ ભારતીય સાથે ધિક્કાર ઓક્તો વ્યવહાર, કહ્યું ‘ગો બેક’

હવે ન્યૂઝિલેન્ડમાં પણ ભારતીય સાથે ધિક્કાર ઓક્તો વ્યવહાર, કહ્યું ‘ગો બેક’

 | 12:05 pm IST

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રસ્તા પર બોલચાલ થયાની એક ઘટનામાં ભારતીય મૂળની વ્યક્તિ સાથે વંશીય ધિક્કાર ઓકતો વ્યવહાર થયો હતો. તેને પોતાના દેશમાં પાછા ફરવા કહેવાયું હતું.

નરિન્દરવીરસિંઘે જણાવ્યું હતું કે તે પોતાના વાહનમાં બેઠો કેમેરાથી ફિલ્મ ઉતારી રહ્યો હતો ત્યારે ગયા સપ્તાહે આ ઘટના બની હતી. ફેસબુક પર વીડિયો અપલોડ કરતાં તેણે આક્ષેપ કર્યા છે.એક વ્યક્તિએ તેની નજીક આવીને પંજાબી લોકો વિષે અપમાનજનક ભાષામાં બોલવાનું શરૃ કર્યું હતું. જ્યારે તેણે કહ્યું કે તે વીડિયો અપલોડ કરશે તે પછી તો ગાળાગાળી શરૃ થઇ અને તેણે કહી દીધું કે ‘તારા દેશમાં પાછો જા.’

બિક્રમજિતસિંઘ નામની વ્યક્તિએ પણ પોતાને આવો અનુભવ થયો હોવાની વાત કરી હતી. પાપાતોતો ખાતે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે નજીક આવેલી કારમાંથી તેને કહેવામાં આવ્યું હતું કે,’ તારા દેશમાં પાછો જા. તુ જાણે છે કે સ્પીડ લિમિટ કેટલી છે?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન