રાધિકા આપ્ટેએ કરાવ્યું હોટ બોલ્ડ ફોટોશૂટ : ટ્રોલ થઇ 

481

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની બોલ્ડ તસવીરોને પગલે ફરી એકવાર સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગઇ હોવાના અહેવાલ છે. પોતાના બોલ્ડ લુક અને હોટ તસવીરો માટે સતત ચર્ચામાં રહેતી અભિનેત્રીએ પોતાની એક તસવીર સોશિયલ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. આ સેમી ન્યૂડ તસવીરમાં તેણે સફેદ રંગનું ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યું  હતું. રાધિકા આપ્ટેએ પોતાની ગયા વર્ષે આવેલી ફિલ્મ પાર્ચ્ડમાં ન્યૂડ દૃશ્યો આપ્યા હતા. તેમ જ તેણે ફિલ્મમાં ભજવેલા સશક્ત કિરદારની પણ પ્રશંસા થઇ હતી. હાલમાં જ રાધિકા આપ્ટેએ કરાવેલા ફોટોશૂટને પગલે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે. અનેક લોકોએ તેને આમ ન કરવાની સલાહ આપી છે. તમે જેવા છો એવા જ રહો એવી સોનેરી સલાહ રાધિકા આપ્ટેને મળી છે. હાલ રાધિકા પોતાની આગામી ફિલ્મ પેડમેનની શૂટિંગમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મ તામિલનાડુમાં રહેતા પદ્મશ્રી વિજેતા અરુણાચલના મુરુગનાથમના જીવન પર બની રહી છે.