radhika madan talked about sushant singh rajput
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતની વાત કરતાં અભિનેત્રીએ જે કહ્યું બધાને હૃદય સોંસરવું ઉતરી ગયું, ‘જ્યારે મને કોઈ….’

સુશાંતની વાત કરતાં અભિનેત્રીએ જે કહ્યું બધાને હૃદય સોંસરવું ઉતરી ગયું, ‘જ્યારે મને કોઈ….’

 | 11:17 pm IST

સુશાંતનું મોત દરેક માટે એક મોટો શોક છે. કોઈને માનવામાં નથી આવતું કે આખરે સુશાંત જેવો અભિનેતા આખરે કઈ રીતે આટલું મોટું પગલું ભરી શકે. ત્યારે હવે ફરીથી એક અભિનેત્રી આ બાબતે ઈમોશનલ થઈ અને સુશાંતને યાદ કર્યો છે. ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં તેની દીકરીનો રોલ અદા કરનારી રાધિકા મદાને સુશાંત સિંહને યાદ કરતાં પોસ્ટ લખી છે.

સુશાંતને યાદ કરતાં રાધિકાએ કહ્યું હતું કે, સુશાંતે તેને પ્રેરણા આપી છે. હું ટીવીમાંથી બોલિવૂડમાં આવી કારણ કે સુશાંતે આ વાતને સાર્થક કરી છે. મને હંમેશાં કહેવામાં આવતું કે, ટીવી સાથે જ જોડાયેલી રહે. કારણ કે ટીવી એક્ટરને કોઈ બોલિવૂડમાં લેતું નથી. આવા સમયે હું બધાને સુશાંતનું ઉદાહરણ આપતી હતી. હું તેમને તેમના કામ માટે યાદ રાખીશ.’

આગળ વાત કરતાં રાધિકાએ કહ્યું હતું, ‘ટીવી એક્ટ્રેસ હોવાને કારણે નહીં, પરંતુ આ ઈન્ડસ્ટ્રીના ના હોવાને કારણે આ સફર મુશ્કેલ રહી હતી. અમારે સહન કરવું પડે છે. મારું માનવું છે કે, હું 200 ટકા આપીશ છતાંય કોઈ રોલ સ્ટારકિડને જ આપવામાં આવશે. હું હંમેશાં ઓડિશન આપવા માટે વિનંતી કરું છું. મારું કામ બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું. ઉલ્લેખનીય છે કે રાધિકા મદને વર્ષ 2014માં કલર્સ ચેનલના શો ‘મેરી આશિકી તુમસે હી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ચાર વર્ષ બાદ તેણે 2018માં ‘પટાખા’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ તથા ‘અંગ્રેજી મીડિયમ’માં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન