radio-campaign-for-awareness-on-fake-news-whatsapp-launches
  • Home
  • Technology
  • WhatsApp ફેક ન્યૂઝને અટકાવવા શરૂ કર્યુ રેડિયો અભિયાન

WhatsApp ફેક ન્યૂઝને અટકાવવા શરૂ કર્યુ રેડિયો અભિયાન

 | 3:16 pm IST

WhatsApp નકલી અને ફેક ન્યૂઝને અટકાવવા તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. દેશના અલગ અલગ રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.આ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે તેમને મળતા સંદેશાઓને કોઈપણ જગ્યા પર આડેધડ ફોરવર્ડ ન કરો. સમાચારો સાચા કે ખોટા તે જાણ્યા પછી જ તેના પર વિશ્વાસ કરો.

ઓલ ઈન્ડીયા રેડિયોએ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ. છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં સ્થિત 46 હિંદી સ્ટેશનો પર આ અભિયાનનું પ્રસારણ શરૂ કરી દીધુ છે. અત્યારે માત્ર તે હિંદી ભાષામાં જ છે પણ થોડા સમયમાં તેને વિભિન્ન સ્થાનીક ભાષામાં શરૂ કરાશે.

દેશના નાગરિકોને નકલી સમાચારો સામે સાવચેત કરવા આ યોજના બનાવવામાં આવી છે જેમાં રેડિયોના માધ્યમથી આ આભિયાન શરૂ કરાયુ છે.છેલ્લા કેટલાક સમયથી આવા ફેક ન્યૂઝ અને તેનાથી બનતા કિસ્સાઓથી WhatsAppનો ઉપયોગ કરવા સાવચેતી તેમજ જરૂરી જાગૃતતા ફેલાવાની જરૂર પડી છે.અમુક રાજ્યમાં તો આવા ફેક ન્યૂઝના કારણે હિંસા જેવી ઘટનાઓ સામે આવી છે.