radio ceylon host gopal sharma passed away at 88
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારતના પહેલા રેડિયો જોકીએ દુનિયાને કહ્યું અલવિદા, ગોપાલ શર્માનું 88 વર્ષની વયે અવસાન

ભારતના પહેલા રેડિયો જોકીએ દુનિયાને કહ્યું અલવિદા, ગોપાલ શર્માનું 88 વર્ષની વયે અવસાન

 | 4:17 pm IST

રેડિયો સિલોનના દિગ્ગજ કમેન્ટેટર અને હોસ્ટ ગોપાલ શર્માનું 88 વર્ષની વયે અવસાન થયું. તેને ભારતના પ્રથમ રેડિયો જોકી કહેવામાં આવે છે. ગોપાલ શર્માએ શુક્રવારે મુંબઈના બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગોપાલ શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના બિજનોરના ચાંદપુરમાં થયો હતો.

1956માં તેઓ રેડિયો સિલોન સાથે જોડાયા જે એશિયામાં સૌથી પ્રાચીન રેડિયો સ્ટેશન છે. રેડિયો સિલોન 1950-60ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય થયો હતો. ગોપાલ શર્માએ 11 વર્ષથી વધુ સમય રેડિયો સિલોન પર કામ કર્યું. આ પછી તેણે ફિલ્મ સંગીતને લગતા અન્ય શો કરવાનું ચાલુ રાખ્યું. 1958-59માં તેમણે ‘કલ ઓર આજ’ નામનો એક શો હોસ્ટ કર્યો હતો.

1967માં ગોપાલ શર્મા મુંબઇ પહોંચ્યા. પછીથી વિવિધ ભારતીમાં જોડાયા. તેમણે રેડિયો પર અનેક કાર્યક્રમો કર્યા. રેડિયો સિવાય તે સ્ટેજ શો પણ હોસ્ટ કરતાં હતા. સાથે જ કેટલીક ડોક્યુમેન્ટ્રીમાં પણ અવાજ આપ્યો. ગોપાલ શર્મા પોતાના કાર્યક્રમની શરૂઆત અવાજ કી દુનિયા કે દોસ્તોથી જ કરતા હતા. આ લાઈન એક રીતે તેની ઓળખાણ બની ગઈ હતી.

આ વીડિયો પણ જુઓ: ભૂલ ધ્યાનમાં આવતા ફરી એડમિટ કર્યા – SVP

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન