NIFTY 10,152.20 -0.90  |  SENSEX 32,424.85 +1.09  |  USD 64.1750 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રઇસનું નવું સોંગ રિલીઝ, જોઇ લો શાહરૂખ-માહિરાનો ગરબો

રઇસનું નવું સોંગ રિલીઝ, જોઇ લો શાહરૂખ-માહિરાનો ગરબો

 | 1:19 pm IST

શાહરૂખ ખાન અને માહિરા ખાન સ્ટારર ફિલ્મ ‘રઇસ’નું ત્રીજૂ ગીત ઉડી ઉડી રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ગીતમાં બોલિવૂડનો કિંગ ખાન ગરબા રમતો નજર આવી રહ્યો છે. ગુજરાતી બેકગ્રાઉન્ડમાં ફિલ્માવેલ આ સોંગમાં શાહરૂખ અને માહિરા ગરબાનાં તાલે નાચતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનાં દિવસે પતંગબાજી કરવામાં આવે છે અને આપણા ગુજરાતમાં તો આ અવસરે પતંગબાજીનાં ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. શાહરૂખનાં આ ગીત ઉડી ઉડીનાં બોલ પણ એવા છે જેમાં શાહરૂખ પોતે જ ઉતરાયણનાં તહેવારને પતંગબાજીથી જસ્ટિફાઇ કરી રહ્યો છે.

આ ગીતને સુખવિન્દર સિંહ, ભૂમિ ત્રિવેદી અને કરસન સગાથિયાએ પોતાનો સ્વર આપ્યો છે. આ ગીતમાં લિરિક્સ જાવેદ અખ્તરનાં છે. શાહરૂખે આ ગીતને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ પણ કર્યુ છે. શાહરૂખે કેપ્શનમાં લખ્યુ છે,”મકરસંક્રાંતિ આવી રહી છે. દિલ કી પતંગે દેખો #ઉડીઉડીજાયે.”

લાંબા સમય બાદ કિંગ ખાનને એક્શન અવતારમાં જોવા માટે તેના પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને આ જ કારણે દર્શકો ગત એક વર્ષથી ‘રઇસ’નાં રિલીઝની રાહ જોઇ રહ્યા છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ઢોલકીયાએ કર્યુ છે અને રેડ ચિલીસ અને એક્સેલ એન્ટરટેનમેન્ટે ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.