Anil Ambani welcomed decision oof Court in rafale deal
  • Home
  • Business
  • રાફેલ ડીલ: તમામ અરજીઓ રદ કરવાના સુપ્રીમ કોર્ટના વલણને અનિલ અંબાણીએ આવકાર્યો

રાફેલ ડીલ: તમામ અરજીઓ રદ કરવાના સુપ્રીમ કોર્ટના વલણને અનિલ અંબાણીએ આવકાર્યો

 | 5:12 pm IST

રાફેલ ડીલના મામલે સુપ્રીમના ચુકાદા પછી અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની સરાહના કરતાં તેમના વલણને આવકાર્યું હતું.. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ગ્રુપ અને મારી વિરુદ્ધ જે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા, તે આધારહીન હતા અને રાજનીતિથી પ્રેરિત હતા. આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ તરફથી  રાફેલ વિમાન સોદાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓને રદ કરી દેવામાં આવી છે. સાથોસાથ આ મામલે સ્પેશિયલ ઈન્વસ્ટિગેટિવ ટીમ(એસઆઈટી)ની તપાસની માંગણી પણ ફગાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટના વડા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે તેઓ લોકોની ધારણાને લઈને નિર્ણય ન આપી શકે, રાફેલની ગુણવત્તા પર કોઈ શંકા નથી. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તેની કિંમતનો સવાલ છે તો તે સુપ્રીમ કોર્ટના દાયરાની બહારનો છે.

સરકારની યોજનાઓમાં પૂરતો સહયોગ રહેશે
અનિલ અંબાણીએ કહ્યું કે અમે રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ. સરકારની યોજનાઓમાં મેક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા માટે અમારું પૂરતું યોગદાન રહેશે. સાથે જ અમે ફ્રાન્સના મહત્વપૂર્ણ કરાર દ સોલ્ટ એવિયેશનનું પણ પૂરતું સન્માન કરીએ છીએ.

 સુપ્રીમ કોર્ટ દ્વારા અરજીઓની સુનાવટી દરમિયાન એ વાત ખાસ નોંધવામાં આવી કે રાફેલ ડીલ મામલે સોદો કરવામાં પ્રક્રિયામાં કોઈ ચૂક કે ગરબડ રહી નથી. તેથી તેની એસઆઈટી દ્વારા તપાસ કરાવવાની કોઈ જરૂરિયાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન