Rafale Deal: Modi Government followed UPA’s policy on inter-government agreements
  • Home
  • Featured
  • રાફેલ પર કોણે બદલ્યા નિયમો? નવો રિપોર્ટ સામે આવતા ખળભળાટ

રાફેલ પર કોણે બદલ્યા નિયમો? નવો રિપોર્ટ સામે આવતા ખળભળાટ

 | 2:37 pm IST

રાફેલ ડીલને લઇ સતત ખુલાસાઓનો દાવો કરનાર અખબારનો વધુ એક નવો રિપોર્ટ સામે આવતા ઘમાસણ મચ્યું છે. રિપોર્ટમાં દાવો કર્યો છે કે સરકારે સમજૂતી પર દસ્તાવેજ કર્યાના થોડાંક દિવસ પહેલાં જ માપદંડ રક્ષા ખરીદ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની વિરૂદ્ધ પેનલ્ટી સાથે જોડાયેલી અગત્યની જોગવાઇઓને હટાવી હતી. ન્યૂઝ રિપોર્ટના મતે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે સપ્ટેમ્બર 2016મા ઇન્ટર-ગવર્નમેંટલ એગ્રીમેન્ટ, સપ્લાય પ્રોટોકોલ્સ, ઓફસેટ કોન્ટ્રાક્ટસ અને ઓફસેટ શેડ્યુલમાં 9 બદલાવોને મંજૂરી આપી દીધી. જ્યારે એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં સત્તાવાર સૂત્રોના હવાલ તેને રદ્દ કરાયો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુપીએ સરકારે જ નિયમ બનાવ્યો હતો કે મિત્ર દેશોની સાથે ઇંટર-ગવર્નમેંટલ એગ્રીમેન્ટ દરમ્યાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરમાં કેસમાં કેટલીક શરતોમાંથી છૂટ લઇ શકાય છે. રિપોર્ટમાં કહ્યું છે કે મોદી સરકારે યુપીએ સરકાર દ્વારા બનાવેલા નિયમોનું જ પાલન કર્યું છે.

‘સરકારે ભ્રષ્ટાચારની વિરૂદ્ધ પેનલ્ટીની જોગવાઇ હટાવી’

અંગ્રેજી અખબારે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે સરકારે રાફેલ ડીલ પર દસ્તાવેજ થાય તેના થોડાંક દિવસ પહેલાં જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયામાં કેટલાંક અગત્યના ફેરફાર કર્યા. રિપોર્ટના મતે સરકારે દંડ, એજન્ટ કે એજન્સીઓના કમિશન સાથે જોડાયેલી જોગવાઇ સહિત કેટલાંય ફેરફાર કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ રિપોર્ટનો આધાર બનાવી સોમવારના રોજ મોદી સરકાર પર ફરી પ્રહારો કર્યા. તેમણે આરોપ મૂકયો કે અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે સરકારે જાણી જોઇને ડીલમાંથી ક્લોઝને હટાવ્યું.

યુપીએ સરકારે બનાવેલા નિયમોનું જ થયું પાલન?

રિપોર્ટમાં સત્તાવાર સૂત્રોના હવાલેથી દાવો કર્યો કે મોદી સરકારે પૂર્વવર્તી યુપીએ સરકાર દ્વારા બનાવામાં આવેલા નિયમોનું જ પાલન કર્યું છે. રિપોર્ટમાં કહ્યું છે કે ઉચ્ચ અધિકારી સૂત્રો એ કહ્યું કે 2013માં યુપીએ સરકારે નવી પોલીસ બનાવી. જેના મતે દોસ્તાના દેશોની સરકારોની સાથે ઇંટર-ગવર્નમેંટલ એગ્રીમેન્ટમાં રક્ષા મંત્રાલયના માપદંડ રક્ષા ખરીદ પ્રક્રિયાના નિયમોનું પાલન જરૂરી નથી. નવા નિયમ પ્રમાણે ઇંટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટમાં માપદંડ ખરીદ પ્રક્રિયાના નિયમોના પાલનની જગ્યાએ બંને દેશોની સરકારો દ્વારા પરસ્પર સહમતિવાળી જોગવાઇ સામેલ થશે.

કોંગ્રેસના પ્રહારો

આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઇ સરકાર પર નવા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દરેક રક્ષા સોદામાં એન્ટી-કરપ્શન ક્લોઝ હોય છે પરંતુ એક અંગ્રેજી અખબાર રિપોર્ટના મતે વડાપ્રધાન મોદી એ એન્ટી-કરપ્શન ક્લોઝને હટાવી દીધો. રાહુલ ગાંધી એ કહ્યું કે આના પરથી વ્યક્ત થાય છે કે પીએમ એ લૂટમાં સહયોગ આપ્યો.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી.ચિદમ્બરમે પણ મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે સરકારે જેટલું વિચાર્યું હતું તેનાથી વધુ ઝડપથી રાફેલ સોદામાં ખુલાસા થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે પહેલાં કિંમત વધારી દીધી, પછી એ ખુલાસો થયો કે પ્રધાનમંત્રી કાર્યાલયે સમાંતર વાતચીત કરીને ભારતીય વાર્તા દળના પ્રયાસોને નબળા કર્યા. હવે એ ખુલાસો થયો છે કે માપદંડ રક્ષા ખરીદ પ્રક્રિયાની જોગવાઇઓમાં ફેરફાર કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન