Rafale Fighter Jet Will Reach India But First in Gujarat
  • Home
  • Featured
  • રાફેલ જેટ્સ ફ્રાંસથી સીધા ગુજરાતના આ એરબેઝ પર કરશે ઉતરાણ, મુહુર્ત પણ અહીં જ થશે

રાફેલ જેટ્સ ફ્રાંસથી સીધા ગુજરાતના આ એરબેઝ પર કરશે ઉતરાણ, મુહુર્ત પણ અહીં જ થશે

 | 11:07 pm IST

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધો રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં 4ના બદલે કુલ 6 રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતમાં આવશે.

4 ના બદલે 6 રાફેલ ભારતને આપશે ફ્રાન્સ

સેમી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને 6 વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે.

આ હશે ફ્રાંસથી ભારત આવનારા રાફેલનો રૂટ

ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યાં છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે.

હવામાં જ ભરાશે ફ્યુઅલ

ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે. જેમાં એક વખત ગ્રીસ અથવા ઈટાલીમાં જ્યારે બીજી વખત ઓમાન અથવા તુર્કીમાં ઉતરે તેવી સંભાવના છે. ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતા આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે જે હવામાં જ ફ્યૂલ ભરશે.

સૌથી પહેલા જામનગરમાં ઉતરાણ કરશે રાફેલ

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અઁબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. આ વિમાનોનું મૂહુર્ત પણ અહીં જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન