rafale-jets-will-give-india-unprecedented-combat-capabilities
  • Home
  • Featured
  • વાયુસેનાએ રાફેલ વિમાનનું કરી પ્રશંસા, નિંદા કરનારાઓને આપ્યો મૂંહતોડ જવાબ

વાયુસેનાએ રાફેલ વિમાનનું કરી પ્રશંસા, નિંદા કરનારાઓને આપ્યો મૂંહતોડ જવાબ

 | 9:11 pm IST

રાફેલ લડાકૂ વિમાનના સોદાને લઈને રાજકારણમાં ચાલી રહેલા વિવાદોની વચ્ચે વાયુસેનાએ ડિલની નિંદા કરનાર લોકોને સંભળાવતા કહ્યું કે, આ એક સારું વિમાન છે, જે ભારતને અભૂતપૂર્વ યુદ્ધક ક્ષમતા પ્રદાન કરશે. રાફેલ ડીલ પર ચાલી રહેલાં વિવાદો વચ્ચે વાયુસેનાના ઉપ પ્રમુખ એસબી દેવે રાફેલને સુંદર વિમાન ગણાવ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે રાફેલ ડીલની નિંદા કરનારાઓએ નક્કી કરેલાં માપદંડો અને ખરીદીની પ્રક્રિયાને સમજવી જોઈએ.

વાયુસેનાના ઉપપ્રમુખે કહ્યું કે, એર માર્શલ એસ બી દેવે રાફેલ ડીલથી જોડાયેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે, રાફેલ કરારની આલોચના કરનાર લોકોને નિર્ધારિત માનદંડો અને ખરીજ પ્રક્રિયાને સમજવી જોઈએ. રાફેલ એક સારું વિમાન છે, આ એક સક્ષમ વિમાન છે અને વાયુસેના તેને ઉડાવવાની પ્રતિક્ષા કરી રહ્યું છે.

તો રાફેલ વિવાદ પર સવાલ પૂછવામાં આવતા તેઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. એર માર્શલે કહ્યું કે રાફેલ જેટથી ભારતને પોતાના પ્રતિદ્વંદ્વિઓ સામે અભૂતપૂર્વ લાભ મળશે. તેમને વધુમાં કહ્યું કે, આ વિમાનો સપ્ટેમ્બર 2019થી શરૂ થનાર છે, અને વાયુસેનામાં તેનો સમાવશે થતા ભારતની વાયુસેનાની તાકાત વધશે.