રઘુના ઓફીશીયલી સુગંધા સાથે થયા ડીવોર્સ - Sandesh

રઘુના ઓફીશીયલી સુગંધા સાથે થયા ડીવોર્સ

 | 12:43 am IST

રોડીઝ ફેમ રઘુ જેટલો બિંદાસ આ શોમા જોવા મળે છે તેટલો જ બીંદાસ તે તેના અંગત જીવનમાં પણ છે. રઘુના લગ્ન જાને તુ યા જાનેના ફેમ એક્ટ્રેસ સુગંધા સાથે થયા હતાં. આ બંનેએ ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં પણ બંને એકબીજાને ડેટ કરતાં હતાં. અગીયાર વર્ષના લગ્ન જીવન બાદ થોડા સમય પહેલાં જ બંનેએ અલગ થવાનો નિર્ણય લિધો હતો, અને રઘુએ તેની બીંદાસ સ્ટાઇલ મુજબ પોતાના મિત્રોને બ્રેકઅપ પાર્ટી પણ આપી હતી. હવે રઘુ અને સુગંધાના ડીવોર્સ થઇ ચુક્યા છે. રઘુએ આ વાતની જાણકારી સોશીયલ મિડીયા ઉપર આપી હતી. આ જાણકારી સાથે રઘુએ પોતાનો અને સુગંધાનો ફોટો પણ શેર કર્યો હતો. તેણે સુગંધા માટે સુંદર મેસેજ લખી પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે ડીવોર્સ થઇ ગયા છે પરંતુ અમુક વસ્તુ ક્યારેય નહી બદલાય, તારા માટેનો મારો પ્રેમ, આપણે સાથે હતાં ત્યારે જે મસ્તી કરતાં તે સમય. આપણે મિત્રતાની શરુઆત કરી પછી આપણે સંબંધમાં આવ્યા પરંતુ તે ટક્યા નહી, પણ આપણાં સંબંધની સૌથી સારી વાત એ છે કે આપણે સારા મિત્રો હતા, છીએ અને હંમેશા રહીશુ.