પુરુષોના સેક્સ હોર્મોનનું શેર બજાર સાથે નીકળ્યું એવું ખતરનાક કનેક્શન, કે વિચારતા રહી જશો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પુરુષોના સેક્સ હોર્મોનનું શેર બજાર સાથે નીકળ્યું એવું ખતરનાક કનેક્શન, કે વિચારતા રહી જશો

પુરુષોના સેક્સ હોર્મોનનું શેર બજાર સાથે નીકળ્યું એવું ખતરનાક કનેક્શન, કે વિચારતા રહી જશો

 | 6:20 pm IST

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પુરુષોમાં વિશેષ રીતે જોવા મળતું ટેસ્ટોસ્ટેરોન હોર્મોન શેર માર્કેટમા ભારે ઉથલપાથલ માટે પણ જવાબદાર હોઈ શકે છએ. સામાન્ય રીતે આ હોર્મોનનો સંબંધ પુરુષોની યૌનક્ષમતા સાથે હોય છે. પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, તેનું હાઈ લેવલ પુરુષોનો વેપારી વ્યવહાર બદલી શકે છે. જેનું પરિણામ શેર માર્કેટમાં ભારે ઉથલપાથલ સર્જી શકે છે. રિસર્ચર્સનું માનવું છે કે, તેના હાઈ લેવલથી વેપારીઓનું પરિણામ બદલે છે અને શેરનું ભવિષ્યોન્મુખી આકલન જરૂરથી વધુ કરી દે છે.

તેનું નુકશાન કિંમતોમાં અપ્રત્યાશિત વૃદ્ધિ કે પછી તેના બાદ તીવ્ર ઘટાડાના રૂપમાં જોવા મળી શકે છે. રિસચર્સે જણાવ્યા અનુસાર, અમેરિકી શેર બજારોમાં કામ કરનારા મોટાભાગના યુવકો જ છે અને નવા રિસર્ચ બતાવે કે, જીવવિજ્ઞાન તેમના વેપારી વ્યવહારને પ્રભાવિત કરે છે. મેનેજમેન્ટ સાઈન્સ જનરલમાં પ્રકાશિત આ રિસર્ચ અનુસાર, શેર બજારોમાં ઉથલપાથલનું આ એક મહત્ત્વપૂર્ણ કારણ હોઈ શકે છે.

કેનાડાની વેસ્ટર્ન યુનિવર્સિટીમાં આઈવે બિઝનેસ સ્કૂલના એમોસ નેડલરે કહ્યું કે, રિસર્ચ અનુસાર વેપારી માહોલમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર હોર્મોનના પ્રભાવોને સમજવાની જરૂર છે. કારણ કે જૈવિક કારક પૂંજી જોખમ માટે ખરાબ થઈ શકે છે. નૈડલરે કહ્યું કે, આ પહેલું એવુ રિસર્ચ છે, જે બતાવે છે કે, ટેસ્ટોસ્ટેરોનને કારણે શેર બજારમાં મૂલ્ય અને રિટર્નની ગણના કરવાથી માનસિક સ્થિતિ બદલી શકાય છે. તેનાથી ટેસ્ટોસ્ટેરોનનો પ્રભાવ વેપારીઓના ખરાબ નિર્ણયનું કારણ બની શકે છે, જ્યારે કે પ્રણાલી તેમને આવું કરવાથી ન રોકે.

આ રિસર્ચમાં 140 યુવાઓને સામેલ કરવામા આવ્યા હતા. જેમને પ્રાયોગિક સંપત્તિ બજારમાં ભાગ લેતા પહેલા જ એવું જૈલ આપવામાં આવ્યું હતું, જેમાં ટેસ્ટોસ્ટેરોન કે પ્લેસબો હતું. તેના બાદ તેમને બોલી લગાવી અને કિંમતોની પૂછપરછ કરી. તેમજ વાસ્તિવક ધન કમાવવા માટે ફાઈનાન્શિયલ સંપત્તિઓનું ખરીદ-વેચાણ પણ કર્યું.