ઈશારોં કો અગર સમજો..., જ્યારે થયા અમિત શાહ-રાહુલ ગાંધી સામસામે - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈશારોં કો અગર સમજો…, જ્યારે થયા અમિત શાહ-રાહુલ ગાંધી સામસામે

ઈશારોં કો અગર સમજો…, જ્યારે થયા અમિત શાહ-રાહુલ ગાંધી સામસામે

 | 5:59 pm IST

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી હુંસાતુંસીની અસર બંને પક્ષોના નેતા વચ્ચે પણ જોવા મળી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના વડા રાહુલ ગાંધીનો સંસદ ભવનના ગેટ નંબર-4ના રસ્તા પર ચાલતાં સામસામે ભેટો થઈ ગયો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આ વખતે બંને પક્ષોના વડાઓ એકબીજા સામે જોયા વિનાજ પસાર થઈ ગયા હતાં. બંને એવી રીતે પસાર થયા હતા કે તેમની એકબીજાની જાણ જ ન હતી.

સામાન્ય રીતે બે નેતાઓ એકબીજાને સામસામે મળે છે, ત્યારે ઐપચારિકતા માટે એકબીજાને નમસ્કાર પણ કરે છે, પરંતુ આ વીડિયો જોઈને કહી શકાય કે બંને નેતાઓ એકબીજા પાસેથી આવી રીતે પસાર થયા હતા કે સામે કોઈ છે જ નહીં.