Rahul Gandhi Appreciated Modi Government For Relief Package
  • Home
  • Corona live
  • કોરોના: રાહુલ ગાંધી પણ થઈ ગયા મોદી સરકારનાં ‘ફેન’, રાહત પેકેજ પર કરી પ્રશંસા

કોરોના: રાહુલ ગાંધી પણ થઈ ગયા મોદી સરકારનાં ‘ફેન’, રાહત પેકેજ પર કરી પ્રશંસા

 | 5:24 pm IST

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ બાદ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાસંદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની પ્રશંસા કરી છે. 21 દિવસનાં લોકડાઉન દરમિયાન દેશનાં ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાંકીય સહાયતા પેકેજની જાહેરાતથી રાહુલ ગાંધી ખુશ છે. તેમણે કહ્યું છે કે પહેલીવાર આ સરકારે યોગ્ય પગલું ઉઠાવ્યું છે.

નાણાંકીય સહાયતા પેકેજ યોગ્ય દિશામાં પહેલું પગલું

પેકેજની જાહેરાત થયાની કેટલીકવાર બાદ જ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘સરકાર તરફથી નાણાંકીય સહાયતા પેકેજ યોગ્ય દિશામાં પહેલું પગલું છે. ભારત પર ખેડૂતો, દૈનિક મજૂરો, શ્રમિકો, મહિલાઓ તથા ઘરડાઓનું કર્જ છે, જે આ લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.’ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પ્રભાવને પહોંચી વળવા માટે ગુરૂવારનાં ખાસ કરીને ગરીબો, વૃદ્ધોં, સ્વયં સહાયતા સમૂહો અને ઓછી આવકવાળા વર્ગને રાહત આપતા 1.70 લાખ કરોડ રૂપિયાની ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ની જાહેરાત કરી.

ત્રણ મહિના સુધી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં, 80 લોકોને ફાયદો

તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાશનની દુકાનોથી 80 કરોડ લોકોને આગામી ત્રણ મહિના સુધી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં અથવા ચોખા તથા આ ઉપરાંત પ્રતિ રાશન કાર્ડ એક કિલો દાળ મફત મળશે.” સીતારમણે પેકેજની જાહેરાત કરતા કહ્યું કે, “20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે જેથી તેમને કેટલીક અતિરિક્ત મદદ મળશે.

રાહુલ ગાંધીએ સાંસદ ફંડમાંથી આપ્યા 2.66 કરોડ

બીજી તરફ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં કોરોના વાયરસને પહોંચી વળવાનાં પ્રયત્ન અંતર્ગત આવશ્યક ચિકિત્સા ઉપકરણોની ખરીદી માટે ત્યાંનાં જિલ્લા કલેક્ટરને પોતાની સાંસદ નિધિથી 2.66 કરોડ રૂપિયા આપવાનો આગ્રહ કર્યો છે. રાહુલ ગાંધીનાં સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: લોકડાઉનને કારણે અમદાવાદના મેયર પણ ઘરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન