NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોદીએ લોકોને ‘DDLJ’ બતાવી પણ આ તો ગબ્બરસિંહ આવ્યો : રાહુલ ગાંધી

મોદીએ લોકોને ‘DDLJ’ બતાવી પણ આ તો ગબ્બરસિંહ આવ્યો : રાહુલ ગાંધી

 | 9:49 pm IST

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલીમાં બહેન પ્રિયંકા ગાંધી વાડરા સાથે એક ચૂંટણી રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે આક્રમક વલણ દર્શાવી કહ્યું હતું કે 2014માં મોદીએ દેશનાં લોકોને અચ્છે દિનનાં વચનો આપીને ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા’ દર્શાવી હતી પણ અઢી વર્ષ પછી લોકોને ખબર પડી કે આ તો શોલેનો ગબ્બરસિંહ આવી ગયો! લોકોને અચ્છે દિનનાં વચનો આપ્યાં હતાં પણ ક્યાંય અચ્છે દિન જોવા મળતા નથી. રાહુલે કહ્યું હતું કે તમારા પૈસા બેન્કોમાં જમા છે પણ મોદીજી તેના દ્વારા 50 ધનિક પરિવારોનું દેવું માફ કરશે. મોદીજી જે કરે છે તે પોતાની જાતે જ કરે છે તેમણે અડવાણી પાસેથી તમામ કામ આંચકી લીધાં અને સુષમા તેમજ જેટલી પાસે કોઈ કામ રહેવા દીધું નથી.

મોદીને ચૂંટણી વખતે જ ખેડૂતો યાદ આવે છે
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી વખતે જ મોદીને ખેડૂતોની યાદ આવે છે. કોંગ્રેસે થોડા સમય પહેલાં યુપીમાં કિસાનયાત્રા યોજી હતી. યુપીના ૨ કરોડ ખેડૂતોએ દેવું માફ કરવા મોદીને અપીલ કરી હતી. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે મોદી દેવાંમાફી અંગે એકપણ શબ્દ બોલ્યા નહીં. અમે ખેડૂતો માટે ત્રણ ચીજો માગીએ છીએ .ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, વીજળીનાં બિલ માફ કરાય અને તેમને ઊપજના યોગ્ય ભાવ આપવામાં આવે.

યુપીએ સરકારે ખેડૂતોનું 70,000 કરોડનું દેવું માફ કર્યું હતું
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યુપીએનાં શાસનમાં ખેડૂતોનું 70,000 કરોડનું દેવું માફ કરવામાં આવ્યું હતું. તે વખતે યુપીમાં અમારી સરકાર નહોતી, જો મોદી ઇચ્છે તો 15 મિનિટમાં ખેડૂતોનું દેવું માફ કરી શકે છે. મોદીએ અગાઉ બિહારને કરોડોનું સ્પેશિયલ પેકેજ આપવા વચન આપ્યું હતું પણ ચૂંટણી હાર્યા પછી ફૂટી કોડીય આપી નથી.

મોદીએ કહ્યું હું અમેરિકા જાઉં છું તમે ઝાડુ લઈ હિંદૂસ્તાન સાફ કરો
મોદીએ એક વખત કહ્યું હતું કે હિંદુસ્તાન ગંદું છે. અહીં ઘણો કચરો છે. આપણે એવું કરીએ કે હું અમેરિકા જઈને ઓબામાને મળું છું તમે બધા ઝાડુ લઈને હિંદુસ્તાનમાં સફાઈ કરો.

નિભાને સે બનતે હૈ રિશ્તે
મોદીએ પોતાને યુપીનો દત્તક લીધેલો પુત્ર ગણાવવાના મામલે રાહુલ ગાંધીએ મોદીને આડે હાથ લીધા હતા, તેમણે કહ્યું કે સંબંધો માત્ર બોલવાથી કે કહેવાથી બંધાતા નથી, સંબંધો નિભાવવાના હોય છે. પીએમ મોદી જ્યાં જાય ત્યાં સંબંધો બાંધે છે પણ સંબંધો નિભાવતાં આવડવું જોઈએ. મોદી બનારસ ગયા તો કહે બનારસ કા બેટા હું. ગંગા મેરી મા હૈ. બનારસને સાફ કરવાનું વચન આપ્યું હતું જે હજી પાળ્યું નથી. મીડિયાવાળા મોદીથી ગભરાય છે.

યુપીમાં ભાઈચારાની સરકાર બનશે મોદીની જરૃર નથી
રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની ગઠબંધન સરકાર સત્તા પર આવશે. યુપીમાં ભાઈચારાની સરકાર બનશે. રાજ્યને મોદીની જરૃર નથી. કોંગ્રેસના કાર્યકરોને તેમણે સમાજવાદી પાર્ટીના કાર્યકરો સાથે મળીને કામ કરવા અને તમામ કાર્યમાં ટેકો આપવાની અપીલ કરી હતી, જેથી ગઠબંધન 250થી 300 સીટ જીતી શકે.

નોટબંધી વખતે લાઇનોમાં કોઈ અમીર નહોતો
નોટબંધી અંગે મોદીને ઝાટકતાં રાહુલે કહ્યું કે નોટબંધીથી મોદીએ લોકોને લાઇનોમાં ઊભાં કરી દીધાં હતાં. લાઇનોમાં કોઈ અમીર જોવા મળ્યો નહોતો. અમે ગરીબો, ખેડૂતોને પૈસા આપીશું, અમીરોને નહીં. પીએમ મોદી માલ્યા જેવા ચોરોને પૈસા આપે છે.

મોદીએ રાયબરેલીના યુવાનોની નોકરીઓ ઝૂંટવી લીધી
મોદીએ રાયબરેલીના યુવાનો પાસેથી નોકરીઓ છીનવી લીધી છે. રાયબરેલીનો મંજૂર કરેલો ફૂડપાર્ક ચાલુ નહીં કરાવી તેમણે યુવાનોને બેકાર બનાવ્યા છે, જો તેમણે રાયબરેલીમાં ફૂડપાર્ક આપ્યો હોત તો અમેરિકાના પ્રમુખ જ્યારે ફૂડનું પેકિંગ ખોલીને જુએ તો તેના પર મેડ ઇન રાયબરેલી જોઈ શક્યા હોત. મોદીએ યુવકોની નોકરીઓ અને યુપીની જનતા પાસેથી મેડ ઇન રાયબરેલી છીનવી લીધાં છે. રાહુલે કહ્યું કે જો યુપીમાં અખિલેશ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર રચાશે તો લખનઉની કેરી, અલ્હાબાદનાં જામફળ અને અમેઠીનાં ટામેટાં માટે ફૂડપાર્ક બનાવવામાં આવશે.