Rahul Dravid became the coach, he gave the cap of Team India to the debutant player
  • Home
  • Sports
  • Cricket
  • રાહુલ દ્રવિડે કોચ બનતા જ કોહલી-શાસ્ત્રીએ બંધ કરેલી પ્રથા ફરી શરૂ કરાવી

રાહુલ દ્રવિડે કોચ બનતા જ કોહલી-શાસ્ત્રીએ બંધ કરેલી પ્રથા ફરી શરૂ કરાવી

 | 3:47 pm IST
  • Share

  • રાહુલ દ્રવિડે હેડ કોચ બનતા જ લીધો મોટો નિર્ણય
  • કોહલી-શાસ્ત્રીના સમયમાં બંધ થયેલી પ્રથા ફરી શરૂ થઇ
  • રાહુલ દ્રવિડે ડેબ્યૂ કરનાર ખેલાડીને પૂર્વ ક્રિકેટર પાસેથી કેપ અપાવી


ટીમ ઇન્ડિયાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રાંચીમાં ટી-20 મુકાબલો રમ્યો અને ભારતીય ટીમે ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં 2-0થી અજેય લીડ બનાવી લીધી અને હવે ત્રીજી મેચ કોલકાતામાં રમાવાની છે. રાંચી ટી-20માં આઇપીએલથી સૌથી નજરોમાં આવેલ હર્ષલ પટેલે ડેબ્યૂ કર્યું અને તેને પ્રથમ મેચ પહેલા પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે ટીમ ઇન્ડિયાની કેપ સોંપી હતી.

આ મામલાને લઇ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક મોટુ નિવેદન આપ્યું છે. મેચમાં કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું,‘રાહુલ દ્રવિડે વધુ એક વખત તે પ્રથાને શરૂ કરી છે, જ્યાં ડેબ્યૂ કરનારા ખેલાડીને પૂર્વ ભારતીય ક્રિકેટર ટીમ ઇન્ડિયાની કેપ આપે છે.’

પૂર્વ ક્રિકેટર ગાવસ્કરે કહ્યું,‘અનિલ કુંબલેએ આ વસ્તુની શરૂઆત કરી હતી, જે પણ પૂર્વ ક્રિકેટર મેદાન પર હાજર હોય ત્યારે તે તેની પાસેથી જ કેપ અપાવતા હતા. આ વસ્તુ કોહલી-શાસ્ત્રીના સમયમાં ગાયબ થઇ ગઇ હતી. પરંતુ રાહુલ દ્રવિડે હવે ફરીથી તેની શરૂઆત કરી છે.’

જણાવી દઇએ કે, ભારતે અત્યાર સુધીમાં સિરીઝમાં બે મેચ રમી છે અને બંને મેચમાં નવા ખેલાડીઓને તક મળી છે. જયપુર ટી-20માં વેંકટેશ અય્યરે ડેબ્યૂ કર્યું તો રાંચીમાં હર્ષલ પટેલે ડેબ્યૂ કર્યું હતું અને આ બંને ખેલાડી આઇપીએલમાં પોતાના પ્રદર્શનથી જ લોકોની સામે આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો