Rahul Dravid Went To Team India's Practice Session In Bengaluru
  • Home
  • Sports
  • Cricket
  • ઋષભ પંતનાં ભવિષ્યને બચાવવા માટે આ દિગ્ગજ ક્રિકેટરે ખુદ તેેને મળીને આપ્યો ગુરૂમંત્ર

ઋષભ પંતનાં ભવિષ્યને બચાવવા માટે આ દિગ્ગજ ક્રિકેટરે ખુદ તેેને મળીને આપ્યો ગુરૂમંત્ર

 | 7:26 pm IST

દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ શુક્રવારનાં ભારતીય ક્રિકેટ ટીમનાં ટ્રેનિંગ સેશન દરમિયાન બેંગલોરનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની 3 ટી-20 મેચોની સીરીઝનો અંતિમ મુકાબલો બેંગલોરમાં છે. રાહુલ દ્રવિડ અહીં નેશનલ ક્રિકેટ એકેડમીનાં નિર્દેશક તરીકે કામ કરે છે. ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે અને બેંગલોરમાં જીતનાં ઉદ્દેશથી ઉતરશે. બીસીસીઆઈએ દ્રવિડની ટીમ ઇન્ડિયાનાં ટ્રેનિંગ સેશનમાં ઉપસ્થિત રહેવાની તસવીર પોસ્ટ કરી હતી.

ઋષભ પંત સાથે રાહુલ દ્રવિડે મુલાકાત કરી

દ્રવિડે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. બીસીસીઆઈએ દ્રવિડ અને શાસ્ત્રીની તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું ‘જ્યારે ભારતીય ક્રિકેટનાં બે દિગ્ગજ મળ્યા.’ ટ્રેનિંગ સેશન દરમિયાન રાહુલ દ્રવિડે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સાથે પણ મુલાકાત કરી. બંને લાંબા સમય સુધી વાતચીત કરતા જોવા મળ્યા. આશા છે કે આવનારી મેચમાં દ્રવિડનાં મંત્રથી પંતને સફળતા મળે.

પંતનાં શૉટ સિલેક્શન પર ઊઠી રહ્યા છે પ્રશ્નો

ઉલ્લેખનીય છે કે પંતનાં શૉટ સિલેક્શન પર ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે. ખરાબ શૉટ સિલેક્શનનાં કારણે પંત સસ્તામાં આઉટ થઇ રહ્યો છે અને આનાથી ટીમ ઇન્ડિયામાં તેની જગ્યા પર પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. તેણે ભારતીય ટીમનાં બોલિંગ કોચ ભરત અરૂણ સાથે લાંબા સમય સુધી વાત કરી. સાથે જ ઓપનર શિખર ધવને પણ તેમની સાથે ચર્ચા કરી.

વર્તમાન ભારતીય ટીમનાં અનેક ખેલાડીઓનાં દ્રવિડ છે ‘ગુરૂ’

દ્રવિડને આ વર્ષે જુલાઈમાં એનસીએનાં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ યુવાઓ સાથે કામ કરી રહ્યા હતા. તેઓ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા અંડર-19ની ટીમોનાં કોચ હતા. તેમના કોચ રહેતા ઇન્ડિયા અંડર-19એ 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો અને આ પહેલા 2016માં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્તમાન ટીમનાં તમામ ખેલાડીઓ દ્રવિડ જોડે શિક્ષણ મેળવીને ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. આમાં પૃથ્વી શૉ, ઋષભ પંત, શુભમન ગિલ જેવા અંડર-19નાં ખેલાડીઓ અને હનુમા વિહારી, શ્રેયસ ઐયર, નવદીપ સૈની, મનીષ પાંડે, દીપક ચહર અને રાહુલ ચહર જેવા ઇન્ડિયા-એનાં સ્ટાર્સ સામેલ છે.

આ વિડીયો પણ જુઓ: દિલ્હી ખાતે PM મોદીએ ભગવાન બુદ્ધની પ્રતિમાને વીડિયો કોન્ફરન્સ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન