Rahul Dravid's advice came in handy for Shreyas Iyer Kanpur Test
  • Home
  • Sports
  • Cricket
  • શ્રેયસ ઐય્યરે કર્યો ખુલાસો, કાનપુર ટેસ્ટમાં રાહુલ દ્રવિડની સલાહ કરી ગઇ કામ

શ્રેયસ ઐય્યરે કર્યો ખુલાસો, કાનપુર ટેસ્ટમાં રાહુલ દ્રવિડની સલાહ કરી ગઇ કામ

 | 8:45 pm IST
  • Share

  • શ્રેયસ ઐય્યરે રેકોર્ડને લઇ આપ્યું નિવેદન
  • રાહુલ દ્રવિડની સલાહથી બન્યો રેકોર્ડ: શ્રેયસ ઐય્યર
  • ઐય્યરે ડેબ્યૂ મેચમાં સદી અને અડધી સદી ફટકારી


ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે 7 વિકેટે 234 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ દાવમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન શ્રેયસ ઐય્યરે બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેના શાનદાર પ્રદર્શન પાછળ વર્તમાન કોચ અને અનુભવી રાહુલ દ્રવિડની સલાહ પણ મહત્ત્વની હતી. ઐય્યરે પોતે રવિવારે આ વિશે જણાવ્યું હતું.

શ્રેયસ ઐય્યરે બીજી ઇનિંગમાં 125 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા, 1 સિક્સરની મદદથી 65 રન બનવ્યા હતા. તેણે ચોથા દિવસની રમત બાદ કહ્યું,‘રાહુલ સરે મને વધમાં વધુ બોલ પર બેટિંગ કરવા માટે કહ્યું હતું. મેં તેમની સલાહ પર કામ કરવાનું નક્કી કરી લીધુ હતું. અમે નક્કી કરી લીધુ કે પ્રથમ ઇનિંગની લીડ સહિત 250નો સ્કોર સારો રહેશે માટે અમે અત્યારે જ્યાં છીએ ત્યાં ખુશ છીએ. ખરેખર આજે વિકેટ સાથે કંઇ ખાસ થઇ રહ્યો નહોતું, બોલ થોડો નીચે આવી રહ્યો હતો. મને લાગે છે કે ખરેખરમાં આ એક સારો સ્કોર છે. અમારી પાસે સ્પિનની તાકાત છે, માટે આશા છે કે અમે કામ પૂર્ણ કરીશું.’

ડેબ્યૂ ટેસ્ટમાં સદી અને અડધી સદી બનાવનાર પ્રથમ ભારતીય બનવાને રેકોર્ડ પર ઐય્યરે કહ્યું,‘હા, મને તેના વિશે ખબર હતી. જ્યારે હું પરત આવ્યો મારા એક સાથીએ મને આ વિશે જણાવ્યું. ઘણા અન્ય ખેલાડીઓએ અન્ય ટીમો માટે આવું કર્યું છે પરંતુ મને જણાવવામાં આવ્યું કે ભારતથી આ રેકોર્ડ બનાવનાર હું પ્રથમ ક્રિકેટર છું. સારૂ લાગી રહ્યું છે પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત મેચ જીતવી છે.’

શ્રેયસ ઐય્યરે વધુમાં કહ્યું,‘હું પહેલા પણ આવી સ્થિતિમાં હતો. ભારતીય ટીમ સાથે નહીં પરંતુ પોતાની રણજી ટીમ સાથે. રણનીતિ આખા સેશનમાં રમવું અને વધારેમાં વધારે બોલને રમવાની હતી. હું વધારે આગળનું વિચારી રહ્યો નહોતો, બસ તાજા પરિસ્થિતિ પર ધ્યાન આપી રહ્યો હતો.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો