Rahul Gadhi Playing Cricket With College Student In Haryana
  • Home
  • Featured
  • નવા અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, મેદાન પર ઉતરીને બોલાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ

નવા અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, મેદાન પર ઉતરીને બોલાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ

 | 10:09 pm IST

હરિયાણાનાં મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલી કરીને પરત ફરી રહેલા કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેવાડીમાં ક્રિકેટની પિચ પર જોરદાર ચોગ્ગા-છગ્ગા લગાવ્યા. રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ દિલ્હી માટે એક હેલીકોપ્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે તેમનું રેવાડીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. રેવાડીમાં રાહુલ ગાંધીનું હેલીકોપ્ટર કેએલપી કૉલેજમાં ઉતર્યું, ત્યારબાદ તેમણે બેટ પકડ્યું અને કૉલેજનાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ નેટ્સ પર જોરદાર બેટિંગ કરી. રાહુલ ગાંધીનો બેટિંગ કરતો આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન