Rahul Gandh i Attack On PM Modi For Masood Azhar Against Not Action In UN
  • Home
  • Featured
  • મસૂદને લઇ ચીન અડગ રહેતા રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- PM મોદી ગુજરાતમાં જિનપિંગ સાથે ઝૂલે છે

મસૂદને લઇ ચીન અડગ રહેતા રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- PM મોદી ગુજરાતમાં જિનપિંગ સાથે ઝૂલે છે

 | 12:03 pm IST

ચીનની તરફથી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો વાપર્યા બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. ભારતને જ્યાં એકબાજુ ઝાટકો લાગ્યો છે તો બીજીબાજુ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાંધ્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ટ્વીટ કરી લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરે છે. જ્યારે પણ ચીન ભારતની વિરૂદ્ધ કોઇ એકશન લે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઇ પણ બોલતા નથી.

કોંગ્રેસ અધ્યક્ષ એ આ ટ્વીટમાં વડાપ્રધન નરેન્દ્ર મોદીની ચીન નીતિ પર પણ કટાક્ષ કર્યો અને ત્રણ પોઇન્ટમાં સમજાવ્યું. રાહુલે લખ્યું કે પીએમ ગુજરાતમાં શી જિનપિંગની સાથે હીંચકે ઝૂલે છે, દિલ્હીમાં જિનપિંગને ગળે મળે છે, ચીનમાં તેમની સામે ઝૂકી જાય છે.

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કોશિષમાં ચીનની તરફથી પ્રસ્તાવ તોડી પડાયા બાદ કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ ‘કૂટનીતિક આપદાઓ’નો સિલસિલો છે.

કોંગ્રેસે મોદી સરકાર સિવાય સંયુકત રાષ્ટ્રમાં આ કવાયદમાં રોડા નાંખવાને લઇ ચીન અને પાકિસ્તાનની પણ આલોચના કરી. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરતાં કહ્યું કે આતંકવાદની વિરૂદ્ધ વૈશ્વિક લડાઇમાં આ એક દુખદ દિવસ છે. તેમણે આજે ફરીથી આતંકવાદની વિરૂદ્ધની લડાઇને ચીન-પાકિસ્તા ગઠજોડે આઘાત પહોંચાડ્યો છે.

સુરજેવાલાએ આગળ પોતાની ટ્વીટમાં કહ્યું કે…
જૈશ સરગના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાની રાહમાં ચીને ફરી એકવખત રોડા નાંખ્યા અને તેણે વીટો વાપર્યો આથી આ પ્રસ્તાવ રદ્દ થઇ ગયો. ચીને ચોથી વખત આ પ્રસ્તાવ પર વીટો લગાવ્યો છે. પ્રસ્તાવ તૂટ્યા બાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનના આ વલણથી ખૂબ જ નિરાશ છીએ. આતંકીઓની વિરૂદ્ધ અમારી કોશિષ ચાલુ રહેશે.

સાથો સાથ ભારેત પ્રસ્તાવ લાવવા અને તેનું સમર્થન કરનાર દેશોનો આભાર વ્યકત કર્યો છે. સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય ચીને અમેરિકા, ફાન્સ, અને બ્રિટન દ્વારા મૂકાયેલા પ્રસ્તાવમાં અંડિગો લગાવ્યો હતો.

સંયુકત રાષ્ટ્રમાં પ્રસ્તાવ તૂટ્યા બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન જ્યાં સુધી આતંકીઓ પર કોઇ કાર્યવાહી કરતું નથી ત્યાં સુધી તેની સાથે કોઇપણ પ્રકારની કોઇ વાત થઇ શકે નહીં. આતંકવાદ અને વાતચીત સાથોસાથ ચાલી શકે નહીં.