Rahul Gandhi Again Got Confused In Statistic
  • Home
  • Featured
  • ફરી એકવાર આંકડાઓ જોઈને ગોથું ખાઈ ગયા રાહુલ ગાંધી, થઇ ગઈ હસવા જેવી

ફરી એકવાર આંકડાઓ જોઈને ગોથું ખાઈ ગયા રાહુલ ગાંધી, થઇ ગઈ હસવા જેવી

 | 4:46 pm IST

કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારનાં લોકસભામાં બેંક લૂંટનો મુદ્દો ઉઠાવતા સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે સરકારથી 50 વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ પુછ્યા. જો કે એકવાર ફરી તેઓ આંકડાની જાળમાં ફસાઈ ગયા. લોકસભામાં 50 વિલફુલ ડિફોલ્ટર્સનું નામ પુછ્યા બાદ સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા રાહુલે એકવાર નહીં અનેકવાર કહ્યું કે, 500 ડિફોલ્ટર્સનું નામ પુછ્યું. આ પહેલા કથિત રાફેલ કૌભાંડને લઇને વારંવાર અલગ આંકડા આપ્યા હતા. અનેકવાર બીજેપી આને લઇને તેમના પર પ્રહાર કરતી રહી.

ટૉપ 50 વિલફુલ ડિફોલ્ટર્સ હિન્દુસ્તાનમાં કોણ છે?

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, “ભારતીય ઇકોનોમી ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આપણી બેન્કિંગ વ્યવસ્થા કામ નથી કરી રહી. બેંક ફેલ થઈ રહી છે અને વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં વધારે બેંકો ડૂબી શકે છે. આનું મુખ્ય કારણ છે બેંકોમાંથી પૈસાની ચોરી. મે પુછ્યું હતુ કે ટૉપ 50 વિલફુલ ડિફોલ્ટર્સ હિન્દુસ્તાનમાં કોણ છે? પ્રધાનમંત્રી કહે છે કે જે લોકોએ હિન્દુસ્તાનની બેંકોથી ચોરી કરી છે તેમને પકડીને લઇ જઇશ, મે પ્રધાનમંત્રીજીને પુછ્યું કે 50 લોકો કોણ છે?”

સ્પીકરે મને બીજો પ્રશ્ન પુછવા દીધો નહીં

સંસદથી બહાર નીકળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “જ્યારે તમે સંસદમાં પ્રશ્ન કરો છો તો મંત્રી જવાબ આપે છે, પછી તમે બીજો પ્રશ્ન પુછો છો, પરંતુ આજે મે પ્રશ્ન પુછ્યો, મંત્રીએ જવાબ આપ્યો નહીં. મે પુછ્યું હતુ કે સૌથી મોટા 500 ડિફોલ્ટર્સ કોણ છે. સ્પીકરની ફરજ છે કે મારા અધિકારોનું રક્ષણ કરે, પરંતુ તેમણે મને બીજો પ્રશ્ન પુછવા દીધો નહીં. આ મારા અધિકારોનું હનન છે. આ ખાટું છે.”

સરકાર આ 500 લોકોનું નામ લેતા કેમ ડરે છે?

રાહુલે આગળ કહ્યું કે, “સરકાર આ 500 લોકોનું નામ લેતા કેમ ડરે છે. અમને ખબર છે કે દેશની અર્થવ્યવસ્થા આગળ નથી વધી રહી. 500 લોકોએ દેશની સંપત્તિની ચોરી કરી છે. પીએમે કહ્યું છે કે તેઓ આ લોકોની વિરુદ્ધ એક્શન લેશે. તેઓ આમનું નામ કેમ નથી આપી રહ્યા. હું વારંવાર કહી રહ્યો છું કે બેંકોની સ્થિતિ અને કોરોના વાયરસનાં કારણે પરિણામ ઘણા ખરાબ આવશે.”

આ વિડીયો પણ જુઓ: સેન્સેક્સ 2600 પોઈન્ટ ડાઉન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન