Rahul Gandhi and little Girl cute Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • રાહુલ ગાંધીએ ક્યૂટ બાળકી પર વરસાવ્યું વ્હાલ તો માસૂમે કર્યું કંઈક આવું

રાહુલ ગાંધીએ ક્યૂટ બાળકી પર વરસાવ્યું વ્હાલ તો માસૂમે કર્યું કંઈક આવું

 | 8:49 pm IST

કેરળના વાયનાડ લોકસભા ક્ષેત્રથી સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રદેશની ત્રણ દિવસની આભાર યાત્રા પર છે. ત્યાં કોઝીકોડમાં રોડ શો દરમિયાન રાહુલ તેમના જન્મના સમય હોસ્પિટલમાં હાજર રિટાયર્ડ નર્સ રાજમ્મા વવાથિલ સાથે મુલાકાત કરી હતી જેની એક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ. ત્યારે હવે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ એક ક્યુટ અને માસૂમ બાળકી સાથે દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક માસૂમ બાળકીને ખોળામાં લઈ વ્હાલ કરે છે. આ બાળકીને ઉંમર ત્રણ વર્ષમાં થોડીક વધારે છે. રાહુલ ગાંધી પાસે ગયા પછી બાળકી ખૂબજ ખુશ થઈ જાય છે અને રાહુલ ગાંધી જિન્દાબાદનો નારો લગાવે છે. આ વીડિયોને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે તેના ટ્વીટ હેન્ડલ પર શેર કર્યો છે. જે ખૂબજ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન