Rahul Gandhi Angry On Party Senior Leader In CWC Meeting
  • Home
  • Featured
  • રાહુલ ગાંધી પાર્ટીના સિનિયર નેતાઓ પર ભડકયા, દીકરાઓને ટિકિટ અપાવાની લ્હાયમાં…

રાહુલ ગાંધી પાર્ટીના સિનિયર નેતાઓ પર ભડકયા, દીકરાઓને ટિકિટ અપાવાની લ્હાયમાં…

 | 10:04 am IST

કોંગ્રેસમાં કારમી હાર પર મંથન ચાલુ છે. શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાંની રજૂઆત કરી. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેને ઠુકરાવી દીધી. પરંતુ આ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનથી નાખુશ રાહુલ ગાંધી પોતાના સીનિયર લીડરોથી નારાજ છે. વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન તેમણે પોતાની નારાજગી વ્યક્ત પણ કરી.

શનિવારના રોજ રાહુલ ગાંધી એ સિનિયર નેતાઓથી નારાજ દેખાયા, જેમણે પોતાના દીકરાઓને ટિકિટ અપાવી. દીકરાઓને ટિકિટ મળ્યા બાદ સિનિયિર નેતાઓએ તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી, તેનું પરિણામ પાર્ટીએ ભોગવવું પડ્યું. કારણ કે મોટા નેતા એક સંસદીય ક્ષેત્રમાં સિમિત રહ્યાં. આપને જણાવી દઇએ કે કોંગ્રેસે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સહિત કેટલાંય નેતાઓના દિકરાઓને ટિકિટ અપાવી હતી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન રાહુલ ગાંધીએ એ રાજ્યોના ખરાબ પ્રદર્શન પર પણ નારાજગી વ્યક્ત કરી, જ્યાં તાજેતરમાં જ તેમણે સારું પ્રદર્શન કર્યું. તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ સામેલ છે. રાહુલે કહ્યું કે આ રાજ્યોના નેતા રાફેલ અને ‘ચોકીદાર ચોર હૈ’ જેવા અગત્યના મુદ્દાને લોકોની વચ્ચે લઇ જવામાં નિષ્ફળ રહ્યા. તેના લીધે ભાજપની વિરૂદ્ધ રાહુલનો પ્લાન ફ્લોપ થઇ ગયો.

આપને જણાવી દઇએ કે શનિવારના રોજ રાહુલે રાજીનામાની રજૂઆત કરી હતી, પરંતુ વર્કિંગ કમિટીએ કહ્યું કે વિપરિત પરિસ્થિતિઓમાં કોંગ્રેસને રાહુલના માર્ગદર્શનની જરૂર છે. સાથો સાથ રાજીનામું નામંજૂર કરી દીધું. ત્યારબાદ રાહુલ ગાંધી તો કોંગ્રેસના અધ્યક્ષ બની રહેશે પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલને કહ્યું કે તેઓ પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર માટે જે પણ પગલાં ઉઠાવા માંગતા હોય તે ઉઠાવે.

5 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસ માત્ર 44 સીટો પર સમેટાયું હતું ત્યારે પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠીક આવું જ થયું હતું જે અત્યારે થયું છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા અને રાહુલ ગાંધી પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. 2014ની હાર બાદ કોંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની બેઠક બાદ કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોત-પોતાના પદ પરથી રાજીનામું રજૂ કરી શકતા હતા, પરંતુ રજૂઆતને ઠુકરાવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન