Rahul Gandhi Apologise claiming waive farm loans within 10 Days
  • Home
  • Featured
  • કોંગ્રેસના દિગ્ગજ નેતાના ભાઈએ જ રાહુલ ગાંધીને શરમમાં મુક્યા, ખોલી નાખી પોલ

કોંગ્રેસના દિગ્ગજ નેતાના ભાઈએ જ રાહુલ ગાંધીને શરમમાં મુક્યા, ખોલી નાખી પોલ

 | 7:45 pm IST

મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહે રાહુલ ગાંધી વિરૂદ્ધ જ મોરચો ખોલી દીધો છે. તેમને રાહુલ ગાંધીને પ્રદેશના લોકોની માફી માંગવા કહ્યું છે. તેમણે રાહુલ ગાંધીને ચૂંટણી વચન યાદ અપાવીને શરમમાં મુક્યા છે.  

તેમણે રાહુલ ગાંધીને કહ્યું છે કે, તેમણે વચન આપ્યું હતું કે, સત્તામાં આવ્યાના 10 જ દિવસની અંદર રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. પરંતુ મહિનાઓ થવા આવ્યા પરંતુ હજી સુધી આવુ કઈંજ થયું નથી.

2018માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાએ કહ્યું હતું કે, જો કોંગ્રેસને મત આપશો અને તે સત્તામાં આવશે તો 10 જ દિવસની અંદર 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ કરશે. લક્મ્તણ સિંહે કહ્યું છે કે, હવે રાહુલ ગાંધીએ એ વાત સ્વિકારી લેવી જોઈએ આપેલા વચન પ્રમાણે અમે 10 દિવસમાં આવુ કંઈ જ કર્યું નથી.

તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા માફીપત્ર બેંકો સ્વિકારતી નથી કારણ કે હજી સુધી બેંકો પાસે દેવા માફીના પૈસા પહોંચ્યા જ નથી. સરકારે આ માટે જરૂરી બજેટ જ નથી ફાળવ્યું.

લક્ષ્મણ સિંહે આગળ ઉમેર્યું હતું કે, હવે એક ચોક્ક્સ સમયમર્યાદા નક્કી થવી જોઈ કે જેમાં દેવા માફ કરવામાં આવે. તમે તમારા મતદાતાઓ સાથે આમ ના કરી શકો. ત્યાં સુધી બેંકોને પણ વિશ્વાસ નથી કે તેમને ક્યારે પૈસા મળશે અને તેઓ માત્ર વ્યાજ જ વસુલ્યે જાય છે.

પોતાના આ મુદ્દાથી ભાજપ કમલનાથ સરકાર પર આકરા પ્રહારો કરશે ને લઈને લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે, મને એ વાતની કોઈ જ ચિંતા નથી…. આપણે બધા જ માણસો છીએ, બધા જ ભૂલો કરી બેસતા હોઈએ છીએ. પણ માફી માંગવી એ કોઈ ખોટી વાત નથી. ઉપરથી તેનાથી એક સારો સંદેશ જશે.

આ વીડિયો પણ જુઓ : ચીનની સરહદ પર ભારતની ટેન્કની ગર્જના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન