Rahul Gandhi Attack On Modi Govt For Covid 19 Cases 20 Lakh
  • Home
  • Corona
  • કોરોનાને લઇ રાહુલ ગાંધીએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી, મોદી સરકારને લીધી આડેહાથ

કોરોનાને લઇ રાહુલ ગાંધીએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી, મોદી સરકારને લીધી આડેહાથ

 | 7:48 am IST

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત ભયાનક થતો દેખાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર કરી ગઇ છે. આ મુદ્દા પર શુક્રવાર સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે 20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર.

આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ 17 જુલાઇના રોજ એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો આ સ્પીડથી કોરોના વાયરસ ફેલાયો તો 10 ઑગસ્ટ સુધીમાં 20 લાખથી વધુ લોકો સંક્રમિત થશે. આ મુદ્દા પર સરકારે નક્કર અને નિયોજીત પગલાં ઉઠાવવા જોઇએ.

રાહુલે જ્યારે આ ટ્વીટ કરી હતી ત્યારે દેશમાં 10 લાખ કોરોના કેસનો આંકડો પાર થયો હતો. હવે રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઇ, 8 ઑગસ્ટના રોજ જ કોરોના વાયરસનો આંકડો 10 લાખને પાર કરી ગયો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં હવે કોરોના વાયરસ ફેલાવાની રફતાર ખૂબ ઝડપી થઇ ગઇ છે. છેલ્લાં કેટલાંક દિવસમાં દરરોજ 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

કોરોના વાયરસના અપડેટ આપનાર વેબસાઇટ covid19india.orgના મતે 24 કલાકમાં દેશમાં 62 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ આંકડાની સંખ્યા 20.25 લાખ પહોંચી ગઇ છે. અત્યાર સુધી દેશમાં આ મહામારીના લીધે 41 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે.

ભારત દરરોજ આવનારા આંકડાઓની સંખ્યામાં સતત પહેલાં અને બીજા સ્થાન પર બનેલું છે. અમેરિકા, બ્રાઝીલની સાથે ભારતમાં જ હવે સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદથી જ સ્થિતિ સતત બગડતી દેખાય રહી છે. એવામાં સરકાર સામે બેવડો પડકાર છે. અર્થતંત્રને બચાવા અને કોરોનાને કાબૂમાં રાખવા બંને મોર્ચા પર રાહુલ ગાંધી કેન્દ્ર સરકારને ઘેરતા આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ : શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં આજે સોંપાશે પ્રથમ રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન