સંસદમાં 15 મિનિટ આપે, PM મોદી ઉભા નહીં રહે: રાહુલ ગાંધી - Sandesh
  • Home
  • India
  • સંસદમાં 15 મિનિટ આપે, PM મોદી ઉભા નહીં રહે: રાહુલ ગાંધી

સંસદમાં 15 મિનિટ આપે, PM મોદી ઉભા નહીં રહે: રાહુલ ગાંધી

 | 2:25 pm IST

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના કેટલાંય રાજ્યોમાં ચાલી રહેલ રોકડ સંકટને લઇ પીએમ મોદી પર પ્રહારો કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે પીએમ મોદીએ દેશની બેન્કિંગ સિસ્ટમને તબાહ કરીને મૂકી દીધી. રાહુલે કહ્યું છે કે પીએમએ અમારા પોકેટમાંથી 500,1000 રૂપિયાની નોટ કાઢી નીરવ મોદીના પોકેટમાં નાંખી દીધા. રાહુલે બેન્કિંગ ગોટાળા સિવાય રાફેલ મામલે પણ કેન્દ્ર પર પ્રહારો કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ બંને મામલા પર તેમણે સંસદમાં 15 મિનિટ બોલવાની તક આપવામાં આવે તો પીએમ મોદી ગૃમાંથી ઉભા નહીં રહી શકે.

આપને જણાવી દઇએ કે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, અને તેલંગાણા સહિત કેટલાંય રાજ્યોમાં કેશ કરન્સીની મુશ્કેલી જોવા મળી રહી છે. એટીએમ ખાલી કે બંધ પડ્યા છે અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંબંધમાં નાણાંમંત્રી અરૂણ જેટલીનું નિવેદન પણ સામે આવી ગયું છે. જેટલીએ કહ્યું છે કે દેશમાં જરૂરિયાત કરતાં વધુ નોટ સર્કુલેશનમાં છે પરંતુ કેટલાંક વિસ્તારોમાં નોટોની માંગણી અપ્રત્યાશિત રીતે વધી ગઇ છે. હવે કૉંગ્રેસ અધ્યક્ષે આ મુદ્દાને લઇ કેન્દ્ર પર નિશાન સાંધ્યું છે.

રાયબરેલી-અમેઠીની મુલાકાત પર યુપી આવેલા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે બેન્કિંગ સિસ્ટમને બર્બાદ કરી દીધી છે. તેમણે પીએનબી સ્કેમના સંદર્ભમાં નીરવ મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નીરવ મોદી 30,000 કરોડ રૂપિયા લઇને ભાગી ગયા પરંતુ પીએમે એક શબ્દ પણ કહ્યો નહીં. અમને લાઇનોમાં ઉભા રહેવા માટે મજબૂર કર્યા. અમારા ખિસ્સામાંથી 500,1000 રૂપિયાની નોટ છીનવી નીરવ મોદીના પોકેટમાં નાંખી દીધા.

રાહુલે આ ક્રમમાં રાફેલ સોદામાં થયેલ કથિત અનિયમિતતાનો આરોપ ફરી એકવખત લગાવ્યો. રાહુલે કહ્યું કે જો તેમણે આ મુદ્દા પર 15 મિનિટ બોલવાનું કહે તો પીએમ મોદી સદનમાં ઉભા નહીં રહે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શિવ પ્રસાદ શુક્લે કહ્યું છે કે કેટલાંક રાજ્યોમાં નોટોની અછત ઉભી થઇ છે તે ત્રણ દિવસમાં ખત્મ થઇ જશે. તેમણે કહ્યું કે જે રાજ્યોમાં કેશની અછત છે ત્યાં બીજા રાજ્યોની સરખામણીમાં ઓછી નોટ પહોંચી છે.