Rahul gandhi attacked pm narendra modi in chhattigarh rafael scam and Rape case
  • Home
  • Featured
  • ‘માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર પર વડાપ્રધાન કેમ ચુપ રહે છે ??? ‘

‘માસૂમ બાળકીઓ સાથે બળાત્કાર પર વડાપ્રધાન કેમ ચુપ રહે છે ??? ‘

 | 9:54 pm IST

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ભાજપના લોકોએ કહ્યું હતું કે, અચ્છે દિન આવશે, પરંતુ અચ્છે દિન આવ્યા નથી. તેમણે કહ્યું કે, દરેક લોકોએ વડાપ્રધાનના વચનો પર ભરોસો કર્યો હતો અને સૌનો ભરોસો તુટ્યો છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, રાફેલ ડીલનો કોન્ટ્રેક્ટ તૈયાર હતો પરંતુ 540 કરોડ રૂપિયાનું વિમાન જાદૂથી રૂ. 1600 કરોડ નું થઇ ગયું. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કોંગ્રેસના નવા ભવનના ઉદ્ધાટન સમારોહમાં લોકોને સંબોધિત કરતા આ વાત કરી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે રાફેલનો કોન્ટ્રેક્ટ પોતાના એક મિત્રને અપાવ્યો.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને કહ્યું કે, સિક્રેટ પેક્ટમાં ભાવ સિક્રેટ રાખવાની કોઇ વાત નથી, પરંતુ રક્ષામંત્રીએ આ વાત છૂપાવી. સંસદમાં અમે જ્યારે આ બાબતે વાત કરી તો, તેઓ અમારી આંખથી આંખ મેળવી શક્યા નહી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ચોકીદાર હવે ભ્રષ્ટાચારમાં ભાગીદાર બની ગયો છે અને ભારતના ઇતિહાસમાં ડિફેન્સમાં સૌથી મોટો ગોટાળો વડાપ્રધાને કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી પર શાબ્દીક વાર કર્યા હતા. ઉત્તરપ્રદેશ અને બિહારમાં બનતી બળાત્કારની ઘટનાઓ મામલે રાહુલ ગાંધીએ નિશાન તાકતા કહ્યું કે, દેશમાં બળાત્કારની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તેવામાં પ્રધાનમંત્રી મોદી કેમ ચુપ રહે છે ?.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ ઘટનાની ગંભીરતા એટલી મોટી છે કે દેશની તમામ મહિલાઓના મનમાં આ સવાલ જ્વાળાની જેમ ઉઠી રહ્યો છે. રાહુલ ગાંધીએ સવાલોની વણઝાર ઉભી કરતા કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ બળાત્કારની ઘટનાઓ વધે છે.

જે ઘટનાઓ છેલ્લા 3 હજાર વર્ષોમાં નથી થઈ તેવી ઘટનાઓ માત્ર 4 વર્ષમાં જ કેમ બની છે. રાહુલ ગાંધીએ વધુમાં પનામા પેપરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે,પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફનું નામ પનામાં પેપરમાં બહાર આવ્યું અને તેમને સજા પણ થઈ, તો છત્તીસગઢના મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપરમાં આવ્યું છે તેમ છતાં તેમના વિરૂદ્ધ સામાન્ય કાર્યવાહી પણ કેમ કરવામાં ન આવી ?