રાહુલનો કટાક્ષ, ગુરૂ માટે એકલવ્યએ અંગૂઠો કાપ્યો હતો અને ભાજપે તો ગુરૂઓને... - Sandesh
  • Home
  • Featured
  • રાહુલનો કટાક્ષ, ગુરૂ માટે એકલવ્યએ અંગૂઠો કાપ્યો હતો અને ભાજપે તો ગુરૂઓને…

રાહુલનો કટાક્ષ, ગુરૂ માટે એકલવ્યએ અંગૂઠો કાપ્યો હતો અને ભાજપે તો ગુરૂઓને…

 | 11:35 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે ભાજપ પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવા મામલે મોર્ચો માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે એક વીડિયો ટ્વિટ કરીને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ તરફથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચે બદલતા સંબંધોને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જોવા મળે છેકે, પીએમ મોદી પહેલા અડવાણીને પગે લાગીને આશીર્વાદ લેતા હતા અને તેમનું સન્માન કરતા હતા પરંતુ આજે તેમનું અભિવાદન પણ સ્વીકાર કરતા નથી. રાહુલે ટ્વિટમાં લખ્યું, ગુરૂએ માંગવા પર એકલવ્યએ પોતાનો અંગૂઠો કાપી દીધો હતો, ભાજપે પોતાના ગુરૂઓથી કિનારો કરી લીધો. વાજપેયીજી, અડવાણીજી, યશવંત સિન્હાજી અને તેમના પરિવારોનું અપમાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી રહ્યાં છે?

આ પહેલા આજે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ એલ કે અડવાણી અને અટલ બિહારી વાજપેયી સાથે જ આર્થિક ગુનેગાર એવા નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને એક વાત ખરાબ લાગે છે. જોકે મારે એ કહેવું ના જોઈએ. પણ 2004, 2009માં અમે તેમની વિરૂદ્ધ ચૂંટણી લડ્યાં, કોંગ્રેસે તેમને હરાવ્યા. હું સંસદમાં આયોજીત અનેક કાર્યક્રમોમાં પણ શામેલ થઈ ચુક્યો છું. ત્યાં અડવાણીને જોઈ મને ખુબ દુખ થાય છે. હું સંસદમાં અડવાણીની રક્ષા કરુ છું. હું તેમની સાથે ઉભો રહું છું. હું તેમને આગળ ઉભા રાખુ છું, પરંતુ અડવાણીના શિષ્યો આમ નથી કરતા. રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, વડાપ્રધાનના ગુરૂ કોણ હતાં? એલ કે અડવાણી, તેમણે પોતાના ગુરૂ સાથે શું કર્યું? કોઈ જ કાર્યક્રમમાં તેમનું સમ્માન નથી કરવામાં આવતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તેમની ઈજ્જત કરે છે, અમારામાં અને તેમનામાં આ ફરક છે.