અહીં નવું વર્ષ સેલિબ્રેટ કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અહીં નવું વર્ષ સેલિબ્રેટ કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

અહીં નવું વર્ષ સેલિબ્રેટ કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

 | 3:04 pm IST

કોંગ્રેસના તાજેતરમાં જ નવા નિમાયેલા અધ્યર રાહુલ ગાંધી અવાર નવાર વિદેશ પ્રવાસે જતા હોય છે. વર્તમાનમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાંથી નવરા પડ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ થોડો આરામ ફરમાવવાના મૂડમાં છે. તેઓ વર્ષ 2017ને બાયબાય કહેવા અને નવા વર્ષને વધાવશે.

રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી તેમની માતા સોનિયા ગાંધી સાથે કરશે. સોનિયા ગાંધી થોડા દિવસ પહેલા જ ગોવા પહોંચ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ શનિવારે રાત્રે ગોવા માટે રવાના થયાં હતાં. રાહુલ દક્ષિણ ગોવામાં એક બીચ રિસોર્ટમાં પોતાની માતા સાથે રોકાશે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગાંધી પરિવારનો અંગત પ્રવાસ છે. જેમાં પાર્ટીના લોકો શામેલ નહીં થાય. ગોવા કોંગ્રેસ અધ્યક્ષ શાંતારામ નાઈકે કહ્યું હતું કે, તેમને રાહુલ ગાંધીના પ્રવાસને લઈને જાણકારી નથી. કોંગ્રેસના આદેર્શોને ધ્યાનમાં રાખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના અંગત પ્રવાસને અત્યંત ગોપનીય રાખવામાં આવે છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ બાબતે જણાવ્યું હતું કે, બની શકે કે તેઓ દર વખતની જેમ આ વખતે નવા વર્ષની ઉજવણી માટે અહીં આવ્યા હોય. આમ પણ રજાઓ ગાળવા માટે ગોવા ગાંધી પરિવારનું મનપસંદ સ્થળ છે. જ્યાં સુધી તેઓ સામેથી અમને આમંત્રણ નહીં આપે ત્યાં સુધી અમે તેમને ફોન નહીં કરીએ.

રાહુલ ગાંધી ગોવામાં ક્યાં સુધી રોકાસે એ હજી નિશ્ચિત નથી પરંતુ સોનિયા ગાંધી જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ સુધી અહીં રોકાય તેવી શક્યતા છે. બે દિવસ પહેલા જ સોનિયા ગાંધી ગોવામાં સાઈકલ ચલાવતા નજરે પડ્યાં હતાં. તે દરમિયાન સ્થાનિક લોકોએ તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી.